તા: ૨૬-૮-૨૦૨૨

જીતુભાઈ સોમાણી ઉપવાસ આંદોલનના સમર્થનમાં વાંકાનેરના સંતો-મહંતો દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવ્યુ
વાંકાનેર ગણપતિ ઉત્સવ ગ્રાઉન્ડ વિવાદ મામલે જીતુભાઈ સોમાણી પાંચ દિવસથી ઉપવાસ પર બેઠા છે જેના સમર્થનમાં આજે વાંકાનેરના સંતો-મહંતો દ્વારા વર્ષોથી ગણપતિ ઉત્સવનું આયોજનજીતુભાઈ સોમાણીને ગ્રાઉન્ડમાં મળે તે માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી.
જેમાં રાઘુનાથજી મંદિરના રેવાદાસ હરિયાણી, ગાયત્રી મંદિરના અશ્વિનભાઈ રાવલ, રાણીમાં રૂડીમાંના મુકેશ ભગત, આપા જાલાની જગ્યાના મગનીરામજી મહારાજ, વંસુધરાની જગ્યાના ભરતભગત, નગબાવાજીની જગ્યાના,જગદીશગિરી બાપુ, ફળેશ્વર મંદિરના વિકાસ તિવારી સહિત સંતો-મહંતો હાજર રહ્યા હતા.
