• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઉના તાલુકાના ગામોને કચરાના નિકાલ માટે ઈ-રિક્ષાનું લોકાર્પણ કરાયું*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સલોત કોડીનાર*

ઉના તાલુકાના 5 ગામમોને સ્વચ્છ ગામ બનાવવા માટે સરકાર દ્વારા 15 માં નાણાપંચની ગ્રાન્ટમાથી 5 ઈ- રીક્ષાનુ લોકાર્પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત નાં હોદેદારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતુ.
કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સ્વચ્છતા મિશન દ્વારા ઉના તાલુકાના કોબ જિલ્લા પંચાયત હેઠળ નાં ચીખલી, લેરકા, સોખડા, રાણવંસી અને મોટા ડેસર જિલ્લા પંચાયત હેઠળ નાં કેસરીયા સહિત કુલ 5 ગામોને 15માં નાણાંપંચ 10 ટકા અંતર્ગત ઘનકચરાના નિકાલ માટે ઈ-રીક્ષા તેમજ કેસરીયા પ્રાથમિક શાળામાં ફિલ્ટર પાણી પ્લાન્ટ નો લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે જિલ્લા પંચાયતનાં બાંધકામ સમિતિના ચેરમેન રૂડાભાઈ શિંગડ અને જિલ્લા પંચાયત સદસ્ય લખમણભાઇ બાંભણીયા નાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો એ જણાવ્યું કે આપણુ ગામ અને મોહલાને સ્વચ્છતા બનાવી આપણા આરોગ્યની જાળવણી કરીએ. દરેક લોકોએ પોતાની ફરજ સમજી જાહેરમાં કચરો નહી, ગંદકી ન કરીએ એવું જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન રૂડાભાઈ શિંગડ, જિલ્લા પંચાયતના સદસ્ય લખમણભાઇ બાંભણીયા તાલુકા પંચાયતનાં પ્રમુખ નાં પ્રતિનિધિ સામતભાઈ ચારણીયા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, તાલુકા પંચાયતના સદસ્ય નાં પ્રતિનિધિ ઘેલાભાઈ વાજા, રાણવંસી પ્રાથમિક શાળાના આચાર્ય મનુભાઈ ગોવિંદભાઈ સોલંકી તેમજ ગ્રામ પંચાયતનાં સરપંચો અને સદસ્યો તલાટીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

*સુરેન્દ્રનગર ના જગાને મોરબી એસઓજી ની ટીમે હથિયાર સાથે ઝડપી પાડ્યો*

Hello Morbi

*HELLO MORBI:ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરતી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશનની વિદ્યાર્થીનીઓ*

editor

*HELLO MORBI NEWS: મોરબીમાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું*

editor

Leave a Comment