• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટ જેલમાંથી વચગાળા ના જામીન પર છૂટી ફરાર થઇ ગયેલ આરોપીને મોરબી એલ સી બી પેરોલ ફર્લો સ્કવોડ ની ટીમે ઝડપી પાડ્યો*

મોરબી : તા ૨૦ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા પામી રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા પાકા કામનો કેદી હાઈકોર્ટમાંથી ૧૦ દિવસના વચગાળાના જામીન ઉપર છૂટ્યા બાદ ફરાર થઈ જતા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ અને એલસીબી ટીમે આ આરોપી પોતાના ઘેર આવતા જ દબોચી લીધો હતો.

મોરબી પેરોલ ફર્લો સ્કવોડ અને એલસીબી ટીમે આરોપી ઘેર આવતા જ દબોચી લીધો

મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા પામી રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા પાકા કામનો કેદી હાઈકોર્ટમાંથી 10 દિવસના વચગાળાના જામીન ઉપર છૂટ્યા બાદ ફરાર થઈ જતા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ અને એલસીબી ટીમે આ આરોપી પોતાના ઘેર આવતા જ દબોચી લીધો હતો.

 

 

જિલ્લા પોલીસવડા દ્વારા મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમોને મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપી જેલ ફરારી આરોપીઓને શોધી કાઢવા સુચના આપવામાં આવતા પો.હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડાને સંયુકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પોલીસ મથકના હત્યાના ગુનાના કામના આરોપી સંદિપભાઇ ઉર્ફે લાલો રમણીકભાઇ ડોડીયા, રહે. મોરબી વિદ્યુતનગર દસ ઓરડીમાં વાળાને નામદાર સેસન્સ કોર્ટ, મોરબી દ્વારા આજીવન કેદની સજા કરેલ હોય જે આરોપી પાકા કામના કેદી નં- ૪૭૩૨૮ તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં હોય બાદ પાકા કામના કેદીએ નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતે ૧૦ દિવસના વચગાળાના જામીન મેળવી મુકત થયેલ હતો. પરંતુ આરોપીને તા.૩૧-૦૮-૨૦૨૨ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હોય અને ફરાર થઇ ગયેલ હોય જે કેદી મોરબી વિધ્યુતનગર ખાતે તેના રહેાંક મકાન ખાતે આવેલ હોવાની હકિકત આધારે તેના રહેણાંક મકાન ખાતેથી પકડી પાડી કોવીડ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવડાવી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે મોકલવા તજવીજ કરેલ હતી.

આસફળ કામગીરી ઇન્ચાર્જ ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ કે.જે.ચૌહાણ, પીએસઆઇ એન.એચ ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI NEWS:શ્રીપડધરી લોહાણા મહાજન દ્રારા નવનિર્માણ થયેલ મંદિરની ત્રિદિવસ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી*

editor

*ઉમા વિદ્યા સંકુલ જાંબુડા ખાતે શિક્ષક દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment