• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ
તા.૦૪/૦૪/૨૦૨૩
પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા જે અન્વયે શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તેમજ નાઇટ રાઉન્ડ દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ જિજ્ઞાસાબેન કણસાગરા તથા પો.હેડ કોન્સ. જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકિકત આધારે માળીયા મીયાણા પો.સ્ટે.સી પાર્ટ ગુ.ર.નં૯૮૬/૨૦૨૨ પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૮૧,૯૮(૨) મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી પીરાભાઇ જોધાભાઇ ભરવાડ ઉ.વ.૩૫ રહે. હરીઓમ પાર્ક બ્લોક નં- ૧૧૨ મોરબી-હળવદ હાઇવે વીપુલભાઇ ભરવાડના મકાનમાં તા.જી.મોરબી મૂળ રહે.રાપર પાવર હાઉસ વિસ્તાર તા.રાપર જી.કચ્છ ભુજ વાળાને આજરોજ તા.૪/૦૪/૨૩ ના કલાક ૧/૦૦ વાગ્યે ઘુંટું ગામ નજીક હરીઓમ પાર્ક બ્લોક નં-૧૧૨ મોરબી-હળવદ હાઇવે વીપુલભાઇ ભરવાડના મકાન ખાતેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા મીયાણા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*મહાનગર પાલિકા ના વોર્ડ ન 1 ના ઉમેવાર મનિષાબેન બાબરીયા એ પરિવાર સાથે કર્યું મતદાન*

Hello Morbi

*HELLO MORBI:રાજસ્થાનથી આવતી માટીની ટ્રકમાં ચોરખાનામાં ઇંગ્લીશ દારૂની બોટલો/બીયરટીન મળી કુલ નંગ-૧૪૪ કિ.રૂ.૧,૧૩,૨૮૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૬.૧૮,૨૮૦/- સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*મોરબીના ઉદ્યોગપતિએ ઓકસીજન કોન્સ્યુલેટર જરૂરિયાત મંદની સેવા માટે આપ્યા*

Hello Morbi

Leave a Comment