• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ક્રાઈમ બ્રાન્ચ નો સપાટો ગણત્રી ના કલાકોમાં જ હળવદની મહિલાનો પાર્ટીપારો ચોરનાર ત્રિપુટીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી*

હળવદ : તા ૨૬ હજુ ચોવીસ કલાક અગાઉ હળવદ પોલીસ સ્ટેશને પાટીપારો ચોરી થયાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી અને ગણતરીના કલાકોમાં જ મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે આ ચોરીનો પર્દાફાશ કર્યો હતો જેમાં એક પુરુષ અને બે મહિલાઓને ઝડપી હળવદ પોલીસને સુપ્રત કર્યા હતા સુપ્રત કરતા ની સાથે જ પોલીસે સોનાનો પાટી પારો ઓટો રીક્ષા અને એક મોબાઇલ ફોન સહિત રૂપિયા ૧,૧૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ ત્રિપુટી દ્વારા મહિલાને સીએનજી રીક્ષામાં બેસાડ્યા બાદ આ મહિલાની નજર ચૂકવીને રિક્ષામાં સ્વાર અન્ય બે મહિલા અને એક પુરુષે સોનાનો પાટીપારો ચોરી કરી લીધો હતો           વિગતો મુજબ જોઈએ તો હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં રહેતા કાજલબેન વિષ્ણુભાઈ ભરવાડ ગઈકાલે સોમવારે તેઓના પિયર સુરેન્દ્રનગર જવા માટે ઘરેથી નીકળ્યા હતા અને હળવદ શહેરની ટેલીફોન એક્સચેન્જ પાસે રોડ પર ઉભા હતા તે વેળાએ ત્યાંથી સીએનજી રીક્ષા લઇ આરોપીઓ નીકળ્યા હતા અને ધાંગધ્રા તરફ આવવું હોય તો ચાલો અમે ધાંગધ્રા જઈએ છીએ તેમ કહ્યું હતું. જેથી કાજલબેન રિક્ષામાં સવાર થઈ ધાંગધ્રા તરફ જવા નીકળ્યા હતા તેવામાં કોઇબા ગામના પાટિયા નજીક કાજલબેને ગળામાં પહેરેલા બે તોલા સોનાના પાટીપારાની નજર ચૂકવી તેઓની બાજુમાં બેઠેલી બે મહિલાએ ચોરી કરી લીધા બાદ કાજલબેનને સુખપર ગામના પાટીયા નજીક અહીં અમારે વાડીનું કામ છે તેમ કરી ઉતારી દીધા હતા.

 

બાદમાં કાજલબેને ગળામાં જોતા સોનાનો પાટીપારો જોવા ન મળતા તેઓ દ્વારા પરિવારજનોને જાણ કર્યા બાદ બનાવની કાજલબેનએ બે અજાણી મહિલા અને એક પુરુષ વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી આ બનાવમાં ગણતરીની કલાકોમાં જ મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમ ચોરીનો ભેદ ઉકેલ નાખ્યો છે અને આરોપીઓને મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી લીધા છે.

પોલીસે આ ચોરીના ગુનામાં આરોપી પ્રભાબેન ઉર્ફે બાડી કિશનભાઇ ઉર્ફે ઈશ્વરભાઈ દેવરાજભાઈ ઉર્ફે દેવાભાઈ સોલંકી રહે રાજકોટ,જનાબેન ઉર્ફે મંજુબેન અજીતભાઈ દેવાભાઈ સોલંકી રહે રાજકોટ અને અરવિંદભાઈ પોલાભાઈ કાંજિયા રહે નવાગામ રાજકોટને ઝડપી લીધા છે સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી સોનાનો પાટીપારો કિંમત રૂપિયા ૬૦ હજાર, એક બજાજ કંપનીની સીએનજી ઓટો રીક્ષા કિંમત રૂપિયા ૫૦ હજાર અને એક મોબાઇલ કિંમત રૂપિયા ૫ હજાર મળી કુલ રૂપિયા ૧,૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને હળવદ પોલીસને સોંપવામાં આવ્યા હતા.

 

પોલીસની તપાસમાં આ બે મહિલા અને પુરુષ અગાઉ પણ જુદી જુદી ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયા છે સાથે જ આરોપીઓ સાસુ જમાઈ થતા હોય જે ઓટો રીક્ષા લઈને શહેરી વિસ્તારમાં એકલદોકલ અથવા વયોવૃદ્ધ સ્ત્રીઓને રિક્ષામાં પેસેન્જર તરીકે વચ્ચે બેસાડી રીક્ષા પુરપાટ ઝડપે ચલાવી પેસેન્જરના ગળામાં પહેરેલ સોનાના દાગીના પેસેન્જરને ખબર ન પડે તેવી રીતે નજર ચૂકવી ચોરી કરી લેતા હોય છે.

 

આ સફળ કામગીરીમાં મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમના ઇન્ચાર્જ પી આઈ કે.જે ચૌહાણ, એન.એસ ચુડાસમા,દશરથસિંહ ચૌહાણ,સુરેશભાઈ હુંબલ,ચંદુભાઈ કાણોતરા, નિરવભાઈ મકવાણા, વિક્રમભાઈ કુગસિયા સહિતનાઓ રોકાયા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા નવમા વર્ષના પ્રથમ ગુરૂવારે ભજનમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર*

editor

*HELLO MORBI:કુ.માયાવતીજી ના જન્મ દિવસ ની ટંકારા તાલુકા બહુજનસમાજ પાર્ટી ન કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI:ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ના હસ્તે શ્રી સ્વામી વિવકાનંદજી ની જન્મ જયંતિ- યુવા દિવસના અવસર પર નીલકંઠ સ્કૂલ માં યુવા પુસ્તક મેળો ખુલ્લો મુકવામાં આવ્યો.*

Hello Morbi

Leave a Comment