• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*૬૪- હળવદ ધ્રાંગધ્રા બેઠક ના અપક્ષ ઉમેદવારે પ્રકાશભાઈ વરમોરાને ટેકો જાહેર કરી ભાજપમાં જોડાયા*

મોરબી: ધાંગધ્રા મઘ્યસ્થ કાર્યાલય ખાતે ૬૪- ધાંગધ્રા – હળવદ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર પ્રકાશભાઈ રણછોડભાઈ કાવરે આજરોજ ભાજપના યુવા ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને ટેકો જાહેર કર્યો હતો. અને પરષોત્તમભાઈ વરમોરા, કાનજીભાઈ પટેલ (હામપરવાળા) તેમજ મનસુખભાઇ સીણોજીયાની હાજરીમાં તેઓના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી સંગઠનમાં જોડાયા હતા. ધાંગધ્રા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રકાશભાઈ જ્યારે કોંગ્રેસના હરીફ ઉમેદવાર છત્રસિંહ ગુંજારીયાના ગામમાં જનસંપર્ક અર્થે ગયા ત્યારે હરીફ ઉમેદવારના પોતાના ચુલી ગામમાં જ ભાજપ ઉમેદવાર તેમજ પાર્ટીનો હર્ષોલ્લાસ તેમજ ઉમંગ સાથે ભવ્યાતિભવ્ય સત્કાર કાર્યક્રમ યોજ્યો હતો.

ગુજરાતની પ્રજા પણ વિકાસની રાજનીતિને આવકારવા તત્પર છે એ આ તકે સ્પષ્ટ જણાઈ આવતું હતું. ગુજરાતના ગામડે-ગામડે,ખૂણે-ખૂણે ડબલ એન્જીન સરકારે કરેલા વિકાસ કાર્યોની ચર્ચા ચાલતી હોય ત્યારે આવા દ્રશ્યો આ ચૂંટણીમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને હરીફ ઉમેદવારોના ઘર આંગણે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું ભવ્યાતિભવ્ય સ્વાગત થઈ રહ્યું છે જેનાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ભાજપની જીત નિશ્ચિત હોવાનું આડકતરી રીતે સ્વીકારતા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

 

ભારતીય જનતા પાર્ટી સરકારની જન કલ્યાણકારી યોજનાઓ આજે ઘરે-ઘરે પહોંચી રહી છે, જેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં નાગરિકો ડબલ એન્જિનની સરકાર બનાવવા સંકલ્પબદ્ધ છે એવું પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું.

 

પૂર્વ જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય અને બ્રહ્મ સમાજના યુવા આગેવાન હેમાંગભાઈ રાવલએ આજે બપોરે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયાના હસ્તે ખેસ પહેરી તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. આ તકે બ્રહ્મસમાજના યુવાનોમોટી સંખ્યામાં હરિદર્શન હોટલ ખાતે હેમાંગભાઈ રાવલના સમર્થનમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

જો કે બીજી તરફ હળવદ ધ્રાંગધ્રા 64 વિધાનસભા બેઠક પર કોંગ્રેસમા ચુંટણી પહેલાં કમઠાણ શરૂ થયા હોવાના વાવડ પણ સામે આવી રહ્યા છે. મોરબી જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન સહિત બે નગરપાલિકા સદસ્યોએ માલધારી સેલના પ્રમુખ સહિતના ૨૦૦થી વધુ કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસના પુર્વ કારોબારી સમિતિના ચેરમેનને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પાટીદાર સમાજના પ્રમુખે કેસરિયો ખેસ પહેરાવ્યો હતો. પુર્વ કારોબારી સમિતિના ચેરમેન હેમાંગ રાવલ, નગરપાલિકાના સદસ્ય વાસુદેવ પટેલ, દેવાભાઈ ભરવાડ અને વેલાભાઈ ભરવાડ સહિતના ૨૦૦થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હેમાંગભાઈ રાવલે કોંગ્રેસમાથી ધારાસભ્ય માટે સેન્સ પ્રક્રિયામા ભાગ લીધો હતો.

 

હળવદ-ધાગધ્રા વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ભાજપ મજબુતીથી આગળ વધી રહ્યું છે ત્યારે હળવદ બાદ હવે ધ્રાંગધ્રામાં પણ કોંગ્રેસનો વિરોધ ખુલ્લે આમ થઈ રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારને ગામમાં પ્રચાર માટે ન આવવા ગ્રામીણો કહી રહ્યા હોવાનું સ્થાનિકો તરફથી જાણવા મળી રહ્યું છે. ત્યારે હવે “આપ”ના ઉમેદવારનું તો જાણે વજૂદ જ ન હોય એવા માહોલ વચ્ચે હળવદ-ધાગધ્રા વિધાનસભા બેઠક પર ભાજપની નિશ્ચિત જીત જાણકારો જોઈ રહ્યા છે.

Related posts

*HELLO MORBI:બનાસકાંઠા-થરાના સમર્પિત સમાજ સેવક તેમજ ભાજપ અગ્રણી અચરતભાઈ ઠકકરનું થયેલ દુખદ નિધન*

editor

*HELLO MORBI: આગામી ૨૫ મે ના રોજ હળવદ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નવયુગ ગ્રુપ ઓફ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નવયુગ કા રાજા ગણેશ મહોત્સવ ની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ*

editor

Leave a Comment