• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: સ્વાગત છે સિરામીક મતદાન મથકમાં ! -મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઉદ્યોગની ઝાંખી કરાવતું સવિશેષ મતદાન મથક ઉભું કરાયું*

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જી.ટી.પંડ્યાના માર્ગદર્શનમાં ધરમપુર જિલ્લાની ઔદ્યોગિક બાબતોને ઉજાગર કરતું સિરામીક મતદાન મથક ઉભું કરાયું

 

 

 

માહિતી બ્યુરો, મોરબીસ્

 

મોરબીમાં વિધાનસભાની ચૂંટણીના મતદાન માટે સખી મતદાન મથક, દિવ્યાંગ સંચાલીત મતદાન મથકોની સાથે ધરમપુર ખાતે મોરબી સિરામીક ઉદ્યોગની ઝાંખી કરાવતું વિશેષ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.

 

ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. મતદાન મથકો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. સામાન્ય મતદાન મથકો સિવાય પણ જિલ્લામાં સવિશેષ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેની સાથે જે તે જિલ્લાની ઓળખ સાથે જોડાયેલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે મોરબી ખાતે સિરામીક ઉદ્યોગની આગવી ઓળખ અને સિરામીક ઉદ્યોગની યાત્રાની ઝાંખી કરાવતું મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. મતદાન મથક ઉભું કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ મતદાન મથકમાં સિરામીક ઉદ્યોગની સિદ્ધીઓ દર્શાવવામાં આવી છે ઉપરાંત સિરામીક ઉદ્યોગ સંલગ્ન ટાઈલ્સ અને અન્ય સિરામીક પ્રોડક્ટ પણ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. આ મતદાન મથક પર મતદાન માટે આવીએ ત્યારે કોઈ સિરામીક કારખાનાના કોઈ નાના યુનિટમાં આવ્યા હોઈએ તેવું લાગ્યા વિના રહે નહીં

 

        આ વિશે વધુ વિગતો આપતા મદદનીશ શ્રમ આયુક્તશ્રી મેહુલ હિરાણીએ જણાવ્યું હતું કે, ધરમપુર મતદાન મથક ખાતે મોરબી જિલ્લાની ઔદ્યોગિક બાબતોને ઉજાગર કરતું સિરામીક મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ અને મોરબી સિરામીક એસો.ના પ્રમુખશ્રી હરેશ બોપલીયાના સહયોગ થકી આ મતદાન મથક ખાતે સિરામીક ઉદ્યોગનો ટુંકો ઈતિહાસ, ટર્ન ઓવર, કેટલા લોકોને રોજગારી આપવામાં આવે છે, પ્રત્યક્ષ અને પરોક્ષ કેટલો વેરો ભરવામાં આવે છે વગેરે બાબતોને ઉજાગર કરવામાં આવી છે. ઉપરાંત સિરામીક ઉદ્યોગની પેદાશોને લગતું એક્ઝીબિશન પણ ઉભું કરવામાં આવ્યું છે, જેમાં વોલ ટાઈલ્સ, ફ્લોર ટાઈલ્સ, વિટ્રીફાઈડ, સેનેટરીવેરની વિવિધ પ્રોડક્ટનું નિદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે.

Related posts

*આઇ.સી.ડી.એસ. ઘટક ધ્રોલમાં પોષણ અભિયાન અંતર્ગત જીલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટમાંથી EPD ( એનર્જી પ્રોટીન ડાયટ) ફુડ વિતરણ કરવામાં આવ્યું*

Hello Morbi

*HELLO MORBI:હળવદ તાલુકાના કેદારીયા ગામેથી ઈંગ્લીશદારૂના જથ્થાની હેરાફેરી કરતા ઈસમને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાના રામપરા અભયારણ્યની મુલાકાત લેતા વન પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરા*

editor

Leave a Comment