• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો. દ્વારા 30 એપ્રિલે અન્ડર-16 અને અન્ડર-14 ક્રિકેટ ટીમનું સિલેક્શન થશે*

ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન મોરબી દ્વારા આવતીકાલ તા. 30 એપ્રિલને શનિવારના રોજ સવારે 08:00થી 12:30 કલાકે વર્ષ 2022-23ની અન્ડર-16 અને અન્ડર-14 ક્રિકેટ ટીમનું સિલેકશન કરવામાં આવશે.

 

ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન-મોરબી દ્વારા 2022-23ની સીઝન માટે શનિવારે અન્ડર-16 અને અન્ડર-14 ક્રિકેટ ટીમનું સિલેક્શન કરવામાં આવશે. આ સિલેક્શન એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી, ન્યુ એરા સ્કૂલની બાજુમાં, રવાપર-ઘુનડા રોડ ખાતે યોજવામાં આવ્યું છે. આ આયોજનમાં આવનાર ખેલાડી પાસે સફેદ ટ્રેક અને ટીશર્ટ તથા સ્પોર્ટ્સ શૂઝ અથવા પોતાની અલાયદી ક્રિકેટ કીટ સાથે હોવી ફરજીયાત છે. તેમજ 2 ફોટોગ્રાફ્સ અને એજ્યુકેશન આઈ-કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, જોબ સર્ટિફિકેટ, રેસીડેન્સીયલ પ્રૂફ અને આધાર કાર્ડ, આ ડોક્યુમેન્ટ્સમાંથી કોઈપણ 3 ડોક્યુમેન્ટ્સની કોપી ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ સાથે લાવવાની રહેશે.

 

ઉલ્લેખનીય છે કે આ સિલેકશનમાં માત્ર મોરબીના જ ખેલાડીઓ ભાગ લઇ શકશે. આ સિલેક્શનમાં આવરનાર દરેક ખેલાડીઓએ વેક્સિનના બંને ડોઝ લીધાનું સર્ટીફીકેટ પણ સાથે રાખવાનું રહેશે. તેમ ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન-મોરબીના કોચ નિશાંત જાનીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

*આગામી ૪ તારીખે મોરબી જલારામ મંદિર ખાતે શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI:૬૬-ટંકારા પડધરી વિધાનસભાની બેઠક પર પંજાબની પકડ મજબૂત કોંગ્રેસના આક્રમક અને લડાયક ઉમેદવાર કગથરા કરશે કમાલ તેઓ માહોલ ઠેર ઠેર ઉમળકા ભેર આવકાર*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ડેન્ટલ કેમ્પ યોજાયો*

editor

Leave a Comment