• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા: ૭૭-લાભાર્થીઓને સો ચોરસ વારના ઘરથાળ ના પ્લોટની સનત ફાળવણીનો કાર્યક્રમ ટંકારા પડધરી વિસ્તારના નવનીયુક્ત ધારાસભ્ય દેથરીયા ની ઉપસ્થિતિમાં યોજાયો*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*

ટંકારા, નાના ખીજડીયા, જીવાપર(ટં) અને વિરપર ગામોના ૭૭ લાભાર્થીઓને
૧૦૦ ચો.વાર પ્લોટોનાં સનદની ફાળવણી અંગેનો કાર્યક્રમ
તા.૨૯/૧૨/૨૦૨૨નાં રોજ બપોરે ૧:૦૦ કલાકે તાલુકા પંચાયત ટંકારાનાં સભાખંડમાં ટંકારાનાં ૪૦, નાના ખીજડીયાના ૧૮, વિરપરનાં ૧૦ અને જીવાપર(ટં) ના ૯ એમ કુલ–૭૭ લાભાર્થીઓને ૧૦૦ ચો.વારનાં ઘરથાળનાં પ્લોટોની સનદ ફાળવણીનો કાર્યક્રમ ટંકારા-પડધરી વિસ્તારનાં નવ નિયુક્ત ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના અતિથિ વિશેષ સ્થાને યોજાઇ ગયેલ.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ઉપરાંત તાલુકા પંચાયત ટંકારાના પ્રમુખશ્રી પુષ્પાબેન કામરીયા, ઉપપ્રમુખશ્રી નીમુબેન ડાંગર, જિલ્લા પંચાયતનાં સદસ્યશ્રીઓ અશોકભાઈ ચાવડા અને નથુભાઈ કડીવાર, APMC ચેરમેનશ્રી ભવાનભાઈ ભાગીયા, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ અંદરપા, તાલુકા પંચાયત ટંકારાના કારોબારી અધ્યક્ષશ્રી અરવિંદભાઈ દુબરીયા, તાલુકા પંચાયત ટંકારાના સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેનશ્રીમતિ ગીતાબેન ભોરણીયા, તાલુકા પંચાયત ટંકારાના સદસ્યશ્રીઓ, ટંકારા, વિરપર, નાના ખીજડીયા અને જીવાપર(ટં)નાં સરપંચશ્રીઓ ઉપસ્થિત રહેલ હતાં.
ગુજરાત સરકાર દ્વ્રારા ગ્રામ્ય વિસ્તારમાં વસતા ઘર વિહોણા, પ્લોટ વિહોણા લાભાર્થીઓને ઘરનું ઘર મળી રહે તે હેતુથી સરકારની ૧૦૦ ચો.વાર પ્લોટોની ઘરથાળ યોજના તેમજ ઘર બનાવવા માટે મકાન સહાય માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હાલ અમલમાં છે. આ યોજના અંતર્ગત ટંકારા તાલુકાનાં કુલ ૧૫૧ પરિવારોને વર્ષ ૨૦૨૨ દરમિયાન ૧૦૦ ચો.વારના ઘરથાળનાં પ્લોટો ફાળવવામાં આવેલ છે. આ પ્લોટોનાં મંજુરી હુકમ, સ્થળ પર કબજાની સોંપણી બાદ આજે કાર્યક્રમ દરમિયાન ટંકારા તાલુકાનાં કુલ ૭૭ લાભાર્થીઓ જેમા ટંકારાના ૪૦ લાભાર્થીઓ, નાના ખીજડીયાનાં ૧૮ લાભાર્થીઓ, વિરપરનાં ૧૦ લાભાર્થીઓ અને જીવાપર(ટં)નાં ૯ લાભાર્થીઓને સનદ વિતરણ કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમ દરમિયાન ટંકારા-પડધરી વિસ્તારનાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ પ્રેરક પ્રવચન કરેલ હતું. કાર્યક્રમનું સંચાલન તાલુકા પંચાયત ટંકારાનાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી જી. પી. ભીમાણીએ અને કાર્યક્રમનાં અંતે આભાર વિધી ટંકારા તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ. ડી. જાડેજા સાહેબે કરેલ.

Related posts

*HELLO MORBI:પ્રા.આ.કે. સરવડ ખાતે પોલિયો કાર્યક્રમ અંતર્ગત ગામ ના સરપંચ દ્રારા પોલિયો બુથ નું ઉ્દઘાટન કરવામાં આવ્યુ.*

editor

*સિહોરના વરિષ્ઠ પત્રકાર અને પ્રજા હિત નિસ્વાર્થ સેવા કાર્યકર્તા હરીશભાઇ પવારનું સન્માન*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લાના ખેડુતોને કપાસના બિયારણની ખરીદી પહેલા અને વાવેતર અગાઉ સાવચેતીના પગલાઓ અનુસરવાઃ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) નો અનુરોધ*

editor

Leave a Comment