• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ચેટીચંદ નિમિતે ડીસાની પૂજ્ય ઝૂલેલાલ શોભાયાત્રાનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ ભવ્યાતિભવ્ય સન્માન*

બનાસકાંઠા જિલ્લાના હૃદય સમાન અતિ પૂન્યશાળી ડીસા નગરમાં ચેટીચંદ નિમિતે ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય શોભાયાત્રા નીકળી હતી.પૂજ્ય દરિયાલાલદાદા-ઝૂલેલાલદાદા નગરયાત્રા કરીને સાંજે 7=00 વાગે ઉતર ગુજરાતના પ્રખ્યાત તીર્થધામ ડીસા જલારામ મંદિરે પધારતાં શોભાયાત્રાનું શાનદાર સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.

આ અવસરે જલારામ સેવકો સર્વ શારદાબેન આચાર્ય, ડો.કિશોરભાઈ આસનાની,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર, નરેશભાઈ આચાર્ય, આનંદભાઈ પી.ઠકકર, આર.ડી.ઠકકર, પ્રહલાદભાઈ મહારાજ સહિત સૌએ ખાસ હાજર રહી શોભાયાત્રાનું કંકુતિલક, ફૂલહારથી સ્વાગત-સન્માન કરી પૂજન કર્યું હતું.

શોભાયાત્રામાં ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ બી.ઠકકર,ડીસા શહેર ભાજપ મહામંત્રીઓ હકમાજી પુરોહિત ,રાકેશભાઈ પટેલ,અગ્રણીઓ દીલીપભાઈ ઠરિયાણી,વલુભાઈ ઠકકર, રમેશભાઈ ભાગચંદાણી,પ્રકાશભાઈ આસનાની સહિત ખૂબ જ મોટી સંખ્યામાં સિંધી સમાજ,લોહાણા સમાજ ઉપરાંત પૂજ્ય દરિયાલાલદાદામાં આસ્થા અને વિશ્ર્વાસ ધરાવતા ધર્મપ્રેમીઓ જોડાયા હતા.જલારામ મંદિર ડીસા ખાતે સૌ માટે શીરો તેમજ ચણાનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો અને પૂજ્ય દરિયાલાલદાદાની મહાઆરતી પણ કરવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI:મોરબીના મકનસર ગામની સીમ તુલસી કોમ્પ્લેક્ષમાં આવેલ શ્રી ભકિત ટ્રાન્સપોર્ટની ઓફીસમાં ચાલતા જુગરધામ પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા*

editor

*HELLO MORBI NEWS:ચોરીના મોટરસાયકલ સાથે ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*મોરબી:૬૫-વિધાનસભા ની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નામ માટે હજુ મહામંથન ચાલુ આવતીકાલે નામ ની ઘોષણા થાય તેવી સંભાવના*

Hello Morbi

Leave a Comment