• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બનાસ સાહિત્ય કલા સંઘ દ્રારા ડીસામાં પ્રધાનજી પરમારના પુસ્તકનો યોજાયો વિમોચન કાર્યક્રમ*

બનાસ સાહિત્ય કલા સંઘ દ્રારા ડીસામાં પ્રધાનજી પરમારના પુસ્તકનો યોજાયો વિમોચન કાર્યક્રમ
ડીસાના જાણીતા તેમજ ખૂબ જ સરળ સ્વભાવના ટેક્ષ એડવોકેટ પ્રધાનજી પરમારના જીવનની સંઘર્ષગાથા રજૂ કરતું પુસ્તક “કેડી કંડારી કુદરતે” નું દિવ્યાતિદિવ્ય-ભવ્યાતિભવ્ય વિમોચન બનાસ સાહિત્ય કલા સંઘના માધ્યમથી જલારામ મંદિર ડીસાના સેવા ભવન હોલમાં રાખવામાં આવ્યું હતું.
ડીસાના ખૂબ જ જૂના અને જાણીતા સર્જન તેમજ ગાયનેકોલોજીસ્ટ ડો.સી.કે.પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમનું દીપપ્રાગટય પ્રખ્યાત સાહિત્યકાર કનુભાઈ આચાર્યે જ્યારે પુસ્તકનું વિમોચન ગુજરાત ટેક્ષ બાર એસોસિએશનના ઉપપ્રમુખ દીલીપભાઈ વકીલે કર્યું હતું.ગાયત્રી પરિવારના સર્વ નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,શંકરભાઈ કતીરા,પ્રેમીલાબેન આચાર્ય,વર્ષાબેન જોષી,ગફુલભાઈ દેસાઈ,જયંતિભાઈ ઓઢાવાળા સહિત સૌએ પ્રસંગોચિત શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યા હતા.મુખ્ય મહેમાનો તરીકે ડીસાના અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલ ટેક્ષ એડવોકેટ શાંતિલાલ ઠકકર,સંસ્કાર મંડળ ડીસાના કવિ હ્દય પ્રમુખ ડો.અજયભાઈ જોષી તેમજ જાણીતા બિલ્ડર વિક્રમભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તમામ વકતાઓએ પ્રધાનજી પરમાર સાથેના તેમના સંબંધોનું સ્મરણ કરી એમના સફળ જીવન વિષે વિચારો પ્રગટ કર્યા હતા.આ અવસરે પ્રધાનજી પરમાર ઉપરાંત સાહિત્યકાર કનુભાઈ આચાર્ય તેમજ પ્રેસ કમ્પોઝર ચીનુભાઈ જોષીનું પણ સન્માન કરાયું હતું.સમગ્ર કાર્યક્રમનું સમયબધ્ધ પ્રસંગોચિત સંકલન તેમજ સંચાલન બનાસ સાહિત્ય કલા સંઘના સક્રિય મહામંત્રી ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.શુભેચ્છક ગ્રુપના બળદેવભાઈ રાયકા,અમરતભાઈ પઢિયાર તેમજ ઈશ્ર્વરભાઈ રાવળે શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમના પ્રારંભે જલારામ સત્સંગ મંડળ ડીસાના ભજનીકો નવીનભાઈ પ્રજાપતિ તેમજ નટુભાઈ લીંબાચીયાએ કર્ણપ્રિય ભજન રજૂ કર્યું હતું.આભારવિધિ મહેશભાઈ ઉડેચાએ કરી હતી.સૌ માટે અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.પ્રધાનજી પરમારે તેમના જીવનમાં તેમજ પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં સહકાર આપનાર સૌકોઈ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.આ દિવ્ય અવસરે ડીસાની વિવિધ સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ તેમજ ટેક્ષ એડવોકેટ મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પૂજ્ય જલારામ બાપાની 𝟐𝟐𝟔 મી જન્મજયંતિ નિર્વિઘ્ને ઉજવાતાં ડીસાના જલારામ ભક્તોએ કરી પદયાત્રા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવાઅને સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનદર્શન* *𝟖𝟒 વર્ષની ઉંમરે 𝐏𝐇𝐃ની પદવી પ્રાપ્ત કરી યુવાનોને આગવી પ્રેરણા પૂરી પાડતા રાધનપુરના ધીરૂભાઈ ઠક્કર (પંપવાળા)*

editor

Leave a Comment