• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI;મોરબી રોયલ પાર્ક ખાતે આવેલ રહેણાક ના મકાનમાંથી ચાયના દોરા અને ફિરકી સાથે એક ની અટકાયત કરતી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

મોરબી કુબેરનગર રોયલપાર્ક ખાતે આવેલ રહેણાંક મકાન માંથી પ્રતિબંધીત ચાઇના દરોની ફિરકી નંગ- ૮૫ કિ.રૂ. ૧૭૦૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી

તા-૧૧/૦૧/૨૦૨૩.

શ્રી અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓને અગામી ઉતરાયણના તહેવાર અનુસંધાને મોરબી જીલ્લા મેજી.શ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ ચાઈનીજ લોંચર,ચાઈનીઝ તુક્કલ,ચાઈનીઝ લેન્ટર્ન તથા ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવા પર પ્રતીબંધ અંગેના જાહેરનામાનો અસરકારક અમલ થાય તેમજ અગામી ઉતરાયણનો તહેવાર શાંતિ પૂર્ણરીતે થાય તે સારૂ શ્રી કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન સ્ટાફના માણસો ખાનગી રાહે હકિકત મળેલ કે, પ્રથમભાઇ મનસુખભાઇ વાણીયા રહે. કુબેરનગર મોરબી વાળો તેના સાગરીતો સાથે મળી મોરબી, રોયલપાર્ક, કુબેરનગર પાસે રહેતાં કૃણાલ બટુકભાઇ લુહારના રહેણાંક મકાને પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકીનો જથ્થાનો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે.હાલે તેની પ્રવૃતિ ચાલુ છે તેવી હકિકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ વિગતેનો મુદામાલ મળી આવતા મોરબી સિટી એ ડિવી પોલીસ સ્ટેશન ખાતે ધોરણસરનો ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

– પકડાયેલ આરોપીનું નામ સરનામુ:-

(૧) પ્રથમભાઇ મનસુખભાઇ કેલા / મોઢવાણીયા ઉવ-૧૯ રહે. કુબેરનગર, ત્રિલોકધામ મંદિર પાસે મોરબી, તા.જી.મોરબી

– નહી પકડાયેલ આરોપીના નામ સરનામા:-

(૧) કૃણાલ બટુકભાઇ પિત્રોડા / લુહાર રહે. મોરબી, રોયલપાર્ક, કુબેરનગર પાસે, મો.નં. ૮૭૮૦૫૬૦૧૫૧ (૨) વિશાલ મહાદેવભાઇ કાચરોલા પટેલ રહે. મોરબી, કુબેરનગર મો.નં. ૯૭૨૭૮૧૪૩૦૦

– પકડાયેલ મુદામાલની વિગત –

(૧) પ્રતિબંધીત ચાઈનીઝ દોરી MONO SKY લખેલના કુલ ફીરકા નંગ-૮૫ કિ.રૂ. ૧૭,૦૦૦/-

– કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

શ્રી કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી,એન.એચ. ચુડાસમા,શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતો.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લાની ઝળહળતી સિદ્ધી; ઘુંટુ પ્રાથમિક* *આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીયકક્ષાનું સન્માન મળ્યું*

editor

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી સેવા સેતુના સાતમા ચરણનો પ્રારંભ અમદાવાદ જિલ્લાના સાણંદના મણિપુર ગામેથી કરાવ્યો હતો*.

Hello Morbi

*મોરબીમાં ગેસ આધારિત સ્મશાન ગૃહો માટે ગ્રાન્ટ ફાળવવા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ*

Hello Morbi

Leave a Comment