• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી હડિયાણા કન્યા શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.*

*શ્રી હડિયાણા કન્યા શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.*

બાળકો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાને જાણી શકે તથા પ્રકૃતિ અને વિજ્ઞાનને ખુબજ નજીકથી અનુભવી શકે એ ઉદેશ્યથી તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ શ્રી હડીયાણા કન્યા શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં એક બસ અમદાવાદ સાયન્સસિટી તથા એક બસ રાજકોટ પ્રવાસ માટે ગયા હતા. અમદાવાદ પ્રવાસમાં શાળાની કુલ ૪૯ વિધાર્થીની બહેનો, મકવાણા હિતેશભાઇ, સી.ઓ. ધમસાણીયા, દેવાંગીબેન બારૈયા તથા હિનાબેન પરમાર ઉપરાંત રાજકોટ પ્રવાસમાં શાળાની કુલ ૫૦ વિધાર્થીની બહેનો, શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ એન. મકવાણા. સુરેશભાઇ મકવાણા, નિરુબેન મકવાણા અને ભારતીબેન ભિમાણી જોડાયા હતા. શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બાળકોએ અમદાવાદમા સાયન્સસિટીની તથા રાજકોટ પ્રવાસમાં બાળકોએ રામવન, રોટરી ડોલ મ્યુઝિયમ, મહાત્મા ગાંધીજી મ્યુઝિયમ, રેસકોર્સ, બાલભવન, ફનવર્ડ વગેરે સ્થળોની મુલાકાત દીધી હતી. પ્રવાસ દરિયાન બાળકોએ ખુબ જ મજા કરી હતી……………..
રિપોર્ટર :;શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા………….

Related posts

*કોરોના વોરિયર્સ મોરબી સિવીલ હોસ્પિટલ ના સિનિયર ડોકટર અશ્વીન ટાંકનું અમદાવાદ સારવાર દરમિયાન કોરોના ને લીધે મૃત્યુ*

Hello Morbi

*HELLO MORBI:ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટારની જેમ નવયુગમાં ભણતી એક જ ગામની બે બાળાઓએ શીલ્ડ અને પ્રમાણપત્ર મેળવ્યાં*

editor

*HELLO MORBI:એકતા એન્ટરપ્રાઈઝ ઝેરડા દ્રારા જલારામ મંદિર ડીસા ખાતે પક્ષીઓ માટે 200 પાણીનાં કુંડાંનું વિનામૂલ્યે કરાયેલ વિતરણ*

editor

Leave a Comment