• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બનાસકાંઠા-ઝેરડાની લેખિકા વર્ષાબેન બારોટ (સાહિત્યકાર) દ્વારા પુનરાષ્ટમી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ પ્રગટ કરાયો*

* બનાસકાંઠા-ઝેરડાની લેખિકા વર્ષાબેન બારોટ (સાહિત્યકાર) દ્વારા પુનરાષ્ટમી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ પ્રગટ કરાયો
ભારત રાષ્ટ્રની ટૂંકી વાર્તા લેખિકા વર્ષાબેન બારોટ (ઝેરડા) “હકારાત્મક વિચાર અને સતત પ્રયત્નો જ સફળતાનો આધાર છે’ એમ માની ટૂંકી વાર્તા કે આ સંદર્ભે ઉદભવતી કોઈપણ વાર્તા આપણી આસપાસની ઘટતી અનેક ઘટનાઓથી કોઈક ઘટના આપણી સંવેદનાઓને ઝકઝોળી જાય છે. આપણું મન એ ઘટનાઓથી પીછો છોડતી નથી.
વર્ષાબેનની વાર્તાઓ અનુક્રમે *અનોખું દહેજ/ જોકર /માલતી કે ભૂરી/ રીમા/ પુનરાષ્ટમી/ કોશા/ લીમડો /ઢેફા નું ઘર /રૂંવાટી અને લગ્ન વ્યવસ્થા* ખૂબ જ સુંદર વાર્તાઓ છે. જેને અનુલક્ષીને શ્રી જલારામ મંદિર ડીસા ખાતે ભગવાનભાઈ બંધુ ( સાહિત્યકાર) કનુભાઈ આચાર્ય (સાહિત્યકાર) ડાહ્યા ભાઈ ઠક્કર (સમાજસેવક) ભાવિકાબેન દવે શિક્ષિકા સાહિત્યકાર/શ્રી ચીમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળા, ડીસા ), ચંદુભાઈ એ.ટી.ડી,નાથાલાલ બ્રહ્મ ક્ષત્રિય, મહેશભાઈ ઉડેચા, બળદેવભાઈ રાયકા , આનંદભાઈ ઠક્કર (પત્રકાર), પ્રવીણભાઈ ઠક્કર,કમલેશભાઈ રાચ્છ, રમેશભાઈ પટેલ, દિનેશભાઈ કવિરાજ,તારાચંદભાઈ મજેઠીયા, જશુભાઈ મોદી ,દિનેશભાઈ ચોકસી ,શારદાબેન આચાર્ય, સુરેશભાઈ દેવવાળા, કનુભાઈ હાલાણી ,આર.ડી .ઠક્કર, કેશાભાઈ ચાવડા સહિત સૌની ઉપસ્થિતિમાં આ પુસ્તક સાહિત્ય રસિકોને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાનભાઈ બંધુએ જણાવ્યું કે વર્ષાબેન બારોટ (સાહિત્યકાર) ઝેરડા દ્વારા ટૂંકી વાર્તાઓનો સંગ્રહ પુનરાષ્ટમી ખૂબ જ સરસ રીતે તૈયાર કરવામાં આવેલ છે જે આનંદની વાત છે. સાથે સાથે ચંદુભાઈ એટીડી (રાજ્ય/રાષ્ટ્રીય પારિતોષિક ચિત્ર શિક્ષક ,ડીસા)એ જણાવ્યું કે વર્ષા બારોટ અમારી વિદ્યાર્થીની એક નાના ગામડામાં પણ રહીને સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ ઉમદા કામગીરી કરી રહી છે. જેનો અમે ગર્વ લઈએ છીએ. કાર્યક્રમ ખૂબ જ સફળ રીતે પૂર્ણ થયો હતો.

Related posts

*HELLO MORBI:બનાસકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરીએ ડીસા જલારામ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા*

editor

*દુઃખદ અવસાન-ઉઠમણું-મોરબી*

Hello Morbi

*ટંકારા હોટેલ આર્ય પેલેસ ખાતે માજી સૈનિકો ની મીટીંગ યોજાઈ*

Hello Morbi

Leave a Comment