• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી લાતી પ્લોટ ઓફિસમાં ચાલતા જુગાર પર મોરબી ક્રાઈમ બ્રાન્ચ દરોડા*

મોરબી લાતી પ્લોટ ઓફીસમાં જુગાર રમતા કુલ-૧૦ ઇસમોને રોકડા રૂપીયા ૨,૯૧,૪૦૦/- તથા અન્ય મુદામાલ
મળી કુલ રૂ.૭,૦૨,૪૦૦/- સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી.
તા.૦૨/૦૩/૨૦૨૩
શ્રી, અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી નાઓએ આગામી હોળી ધુળેટીનો તહેવાર શાંતી પૂર્ણ કરીતે ઉજવાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે સારૂ મોરબી જીલ્લામાં ગે.કા.રીતે ચાલતી પ્રોહિ/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન એલ.સી.બી. મોરબીના પોલીસ ઇન્સ. શ્રી ડી.એમ.ઢોલને મળેલ હકીકત આધારે મોરબી લાતી પ્લોટ, વિસ્તારમાં આવેલ રીધ્ધી સિધ્ધી પાન વાળી શેરીમા પ્રિયદર્શન ઉર્ફે પી.પી. પુર્ણશંકર ઠાકર રહે .મોરબી વાળા પોતાની ઓફીસમા ગે.કા. રીતે બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે, જે હકિકત આધારે રેઇડ કરતા કુલ-૧૦ ઇસમો જુગાર રમતા પકડી પાડી નીચેની વિગતેનો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામાં
૧.પ્રિયદર્શન ઉર્ફે પી.પી. પુર્ણશંકર ઠાકર રહે .મોરબી ૨.ભરતભાઇ તળશીભાઇ સાંદેશા રહે.મોરબી
3.અક્ષય મગનભાઇ વિલાપરા રહે.ડુંગરપુર તા.હળવદ જી.મોરબી
૪.કાળુભાઇ ગંગારામભાઇ મોરતરીયા રહે.જુનાદેવળીયા તા.હળવદ જી.મોરબી
૫.કાંતીલાલ માવજીભાઇ શેરરીયા રહે.મોરબી
૬.દિનેશભાઇ વલ્લભભાઇ રંગપરીયા રહે.મોરબી ૭.રણદીપભાઇ હરજીભાઇ કાવઠીયા રહે.બેલા તા.જી.મોરબી
૮.જયેશભાઇ કેશવજીભાઇ કલોલા રહે,મોરબી
૯.રમજાન ગફુરભાઇ માલાણી રહે.મોરબી
૧૦. કપીલભાઇ ભગવાનજીભાઇ અધારા રહે.મહેન્દ્રનગર મોરબી
પકડાયેલ મુદામાલ-
૧. રોકડા રૂ.૨,૯૧,૪૦૦/-, ર. ગંજીપતાના પાના નંગ-૫૨,૩.મોબાઇલ ફોન નંગ-૧૫ કિ.રૂ.૮૧,૦૦૦/- તથા ૪. વાહન નંગ-૩ કિ.રૂ.૩,૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭,૦૨,૪૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી કે.જે.ચૌહાણ પો.સબ.ઇન્સ. તથા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં
જોડાયેલ હતાં.

Related posts

*HELLO MORBI: મોરબીમાં વિદેશ* *રોજગાર તેમજ* *કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી નક્કર કામગીરી કરવા તાકીદ કરી*

editor

*મોરબી ના દરેક રઘુવંશી ભાઈઓ-બહેનો ને નમ્ર અપીલ*

Hello Morbi

Leave a Comment