• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નૈમિષ સેજપાલ દ્વારા) ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ*

(નૈમિષ સેજપાલ દ્વારા) ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે દે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શ્રી દેવકુંવર શૈક્ષણિક સંકુલ મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના ક્લસ્ટર મુજબની શિક્ષકોની ટીમો વચ્ચે લીગ મેચ બાદ એલિમિનેટર મેચ અને ફાઇનલ મેચ રમાડવામાં આવ્યા. જેમાં લજાઈ-નેકનામ ઇલેવન ટીમને 31 રનથી હરાવીને નાના ખીજડિયા-ટંકારા ઇલેવન ચેમ્પિયન બની હતી.
ફાઇનલ મેચ બાદ એવોર્ડ સેરેમની યોજવામાં આવેલ. જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, મહામંત્રી દિનેશભાઇ હુંબલ, કો-ઓપ્ટ સભ્ય વિનોદભાઈ સુરાણી ઉપરાંત મણીભાઈ, લાલજીભાઈ કકાસણિયા, જીલુભાઈ ઢેઢી, મણીભાઈ કાવર, જયસુખભાઈ મેઁદપરા, મગનલાલ ઉજરીયા, તાલુકા સંઘના કારોબારી સભ્યોએ હાજરી આપી તમામ મેચના મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ ટુર્નામેન્ટ, રનર્સ અપ તેમજ ચેમ્પિયન ટ્રોફી અર્પણ કરી હતી. રનર્સ અપ તેમજ ચેમ્પિયન ટ્રોફી હરબટીયાળી શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલાએ તેમના સ્વર્ગસ્થ પિતાની યાદમાં આપી હતી.
ટુર્નામેન્ટ માટે શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળેલ.
શિક્ષકો માટે યોજાયેલ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, મહામંત્રી વિરમભાઈ દેસાઈ તેમજ કારોબારી સભ્યો ઉપરાંત સી.આર.સી.મિત્રો દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં, ખોડીયાર ચેમ્બરમાંથી ગેરકાયદેસર નશીલા આર્યુવેદિક શીરપનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

દિલ્હીમાં વધતા કોરોના કહેરથી ગભરાઈ મહારાષ્ટ્ર સરકાર, લગાવી શકે છે આ પ્રતિબંધ

Hello Morbi

*HELLO MORBI NEWS:નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે*

editor

Leave a Comment