• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જીલ્લા ખાતે જુનીયર કલાર્કની પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓને મદદરૂપ થતી મોરબી પોલીસ*

મોરબી જીલ્લા ખાતે જુનીયર કલાર્કની પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓને મદદરૂપ થતી મોરબી પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સુચના અને માર્ગદશન હેઠળ મોરબી જિલ્લા પોલીસ દ્વારા આજરોજ તા.૦૯/૦૪/૨૦૨૩ના ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) વર્ગની લેખિત પરીક્ષા યોજાય છે. જેમાં મોરબી જિલ્લાના વિવિધ ૩૦ જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાયેલ છે. જેમાં પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓને કોઇ મુશ્કેલી ઉભી થાય અને પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચી શકે તેમ ન હોય ત્યારે આકસ્મિક તેમજ ઇમરજન્સી સંજોગોમાં પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચવા માટે પોલીસની મદદની જરૂરીયાત જણાય તેવા સંજોગોમાં મોરબી પોલીસી દ્વારા ફોન નંબર /મોબાઇલ નંબર આપી પરીક્ષાર્થિઓને જરૂરી મદદ મળી રહે તેવુ આયોજન કરવામાં આવેલ હતુ.
જેમાં હળવદ પોલીસ સ્ટેશન ખાતે આશરે 50 જેટલા રિક્ષા ચાલકોને રૂબરૂમાં મળીને પરીક્ષા સંદર્ભે આવતા પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ સાથે માનવીય અભિગમ રાખી વધા૨ે ભાડુંનહિ વસૂલવા અને તેમને મદદરૂપ થવા સમજ કરતા તમામ રિક્ષાચાલકો એ સ્વખુશીથી સહમતી બતાવેલ હતી અને આવેલ પરીક્ષાર્થીઓને મદદરૂપ થયેલ હતા.
આ ઉપરાંત પરીક્ષા દરમ્યાન મોરબી સેન્ટમેરી સ્કુલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા દેવા માટે આવેલ એક પરીક્ષાર્થીને મોડું થયેલ હોય પરીક્ષા બંદોબસ્તમાં રહેલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની પી.સી.આર.વાન દ્વારા ઉમેદવારને સમયસર આ પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચાડવામાં આવલ હતા.
મોરબી ટ્રાફીકશાખાના પરીક્ષા બંદોબસ્તમાં રહેલ ટ્રાફિક મોબાઇલ તથા બુલેટ મોટરસાયકલ રાયડરના પોલીસ કર્મચારીઓ દ્વારા પરીક્ષાર્થીઓને એમના પરીક્ષા કેન્દ્રો મળતા ન હોઇ અથવા પહોંચવા માટે મોડું થયેલ હોય એવા પરીક્ષાર્થીઓ ને સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડી સારી અને ઉમદા ફરજ બજાવેલ છે.

Related posts

*HELLO MORBI NEWS; મોરબીમાં ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ આયોજનો કરાશે*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના જડેશ્વર પાસે આવેલ બસ સ્ટેશન પાછળથી એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*શ્રી ઉમા વિદ્યા સંકુલ જાંબુડા મુકામે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાય*

Hello Morbi

Leave a Comment