• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાંથી ગે.કા. એકસપ્લોઝીવ વિસ્ફોટક સામાન* *સાથે એક ઇસમને કુલ કિ.રૂ. ૧,૦૮,૫૨૫/-ના મુદામાલ સાથે પકડી પાડતીક્રાઇમ બ્રાંચ મોરબી*

વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાંથી ગે.કા. એકસપ્લોઝીવ વિસ્ફોટક સામાન
સાથે એક ઇસમને કુલ કિ.રૂ. ૧,૦૮,૫૨૫/-ના મુદામાલ સાથે પકડી પાડતી
ક્રાઇમ બ્રાંચ મોરબી
તા-૦૯/૦૪/૨૦૨૩,
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં ગે.કા. રીતે એકસપ્લોઝીવ જથ્થાની હેરફેર થતા અન- અધિકૃત રીતે તેનો ઉપયોગ કરતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ કોન્સ. શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, તથા પો.કોન્સ. વિક્રમભાઇ ફુગસીયા, સંજયભાઇ રાઠોડને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, તરકીયા ગામની સીમમાં એક ઇસમ તેના ટ્રેક્ટરમાં ગેરકાયદેસર રીતે એકસપ્લોઝીવ પદાર્થ રાખી બિન અધિકૃત રીતે કુવાઓ/રસ્તાઓમાં એકસપ્લોઝીવ બ્લાસ્ટીંગનું કામ કરે છે. તેવી ચોકકસ હકિકત આધારે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવેલ ઇસમ નીચે જણાવેલ એકસપ્લોઝીવ બ્લાસ્ટીંગના સામાન સાથે મળી આવતા મજકુર ઇસમ વિરૂધ્ધ તથા તપાસમાં ખુલે તેના વિરુધ્ધ વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં એકસપ્લોઝીવ એક્ટની ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) વનરાજભાઇ બેચરભાઇ હડાણી જાતે કોળી ઉ.વ. ૨૦ રહે. અદેપર તા. વાંકાનેર જિ મોરબી
પકડવાના બાકી આરોપીના નામ સરનામાં:-
(૧) ચંદ્રસિંહ પ્રતાપસિંહ ચૌહાણ રહે. ભાડુકા તા.સાયલા જી.સુરેન્દ્રનગર
પકડાયેલ મુદામાલની વિગત –
(૧) એમ્યુલસન એકસપ્લોઝીવ ટોટા નંગ-૧૨૧ કી.રૂ ૧૮૧૫/- (૨) ડીટાનેટર કેપો ચળકતી ધાતુની નંગ-૩૩ કી.રૂ. ૬૬૦/-
(૩) એક વાદળી કલરનુ વાયરનુ ઘુચરૂ (વાટ) જેમાં એકસપ્લોઝીવ પદાર્થ વાળી છે. આશરે ૧૫ ફુટ કી.રૂ.૫૦/-
(૪) લાલ કલરનો એકસપ્લોઝીવ વાયર વીંટાળેલ રીલ કી.રૂ. ૧,૦૦૦/-
(૫) મેસી ફર્ગ્યુશન કંપનીનુ જુના જેવુ ટેકટર ને- GJ-13-B-5525 કી.રૂ.૫૦,૦૦૦/-
(૬) કમ્પ્રેસર મશીન કી.રૂ. ૫૦,૦૦૦/-
(૭) મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ. ૫,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૧,૦૮,૫૨૫/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી, કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતો

Related posts

*HELLO MORBI:નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દાનનો‌ મહિમા સાર્થક કર્યો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આરટીઓ મોરબી દ્વારા માર્ગ સલામતિ માસ અંતર્ગત માર્ગસલામતી સેમિનાર યોજાયો*

editor

*HELLO MORBI:વાંકાનેરની વઘાસિયા શાળાનો વિદ્યાર્થી જેનિલ જગોદણા જવાહર વિદ્યાલય પરીક્ષા ઉત્તીર્ણ થઈ શાળા અને પરિવારનું નામ રોશન કર્યું*

editor

Leave a Comment