
મોરબી કાયાજી પ્લોટ ખાતે ચોકીદારી કરતા નેપાળીએ અન્ય નેપાળી સાથે મળી ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપેલ જે આરોપીઓ પૈકી એક સ્ત્રી તથા બે પુરૂષોને રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના તથા મોબાઇલ ફોન નંગ-૦૪ મળી કુલ રૂ. ૮,૫૩,૫૨૦/- ના મુદામાલ સાથે ગણતરીના દિવસોમાં પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી.
તા.૦૬/૦૫/૨૦૨૩
ગઇ તા.૩૦/૦૪/૨૦૨૩ થી તા.૦૧/૦૫/૨૦૨૩ ના રાત્રીના સમય દરમ્યાન ફરીયાદી શ્રી, હિમાંશુભાઇ ચંદ્રકાંતભાઇ ચંડીભમ્મર રહે. કાયાજી પ્લોટ, મેઇનરોડ, નગરપાલીકા કોમ્યુનીટી હોલની બાજુમાં મોરબી વાળા પોતાના પરીવારના સભ્યો સાથે પ્રસંગ,વ્યહારીક કામ સબબ બહાર ગામ ગયેલ હોય અને તેઓના રહેણાંક મકાને ચોકીદાર તરીકે સદેબહાદુર વિશ્વકર્મા તથા ઘરઘાટી તરીકે કામ કરતી તેની પત્ની બિંદુ વા. ઓ. સદેબહાદુર વિશ્વકર્મા રહે, બન્ને માલકોટ, નેપાળ વાળા ઘરે હાજર હતા ફરીયાદી તથા તેમાના પરીવારના સભ્યો બહાર ગામથી ઘરે આવતા પોતાના ઘરની તિજોરી/ કબાટ નો સરસામાન વેર વિખર હાલતમાં પડેલ હોય અને કિમંતી દરદાગીના, રોકડ રકમની ચોરી થયેલ અને ચોકીદાર તથા તેની પત્ની બિંદુ બન્ને હાજર ન હોય જેથી આ બાબતે મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. ખાતે જાણ કરતા તુરત મોરબી એલ.સી.બી. તથા મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો અધિકારી ઘટના સ્થળે ગયેલ અને આ કામે મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. ખાતે ફરીયાદી શ્રી, હિમાંશુભાઇ ચંદ્રકાંતભાઇ ચંડીભમ્મર રહે. કાયાજી પ્લોટ, મોરબી વાળાએ મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.માં એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૩૨૩૦૭૨૩/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૮૧,૪૫૭,૧૧૪ મુજબનો ગુનો રજી. કરાવતા જે ગુનાની તપાસ મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. પોલીસ ઇન્સ.શ્રી એચ.એ. જાડેજા નાઓ સંભાળેલ હતી.
આ કામે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓ તથા મુદામાલ શોધી કાઢવા બાબતે શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ સુચના આપતા શ્રી રાહુલ ત્રિપાઠી, પોલીસ અધિક્ષક મોરબીનાઓની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.એમ.ઢોલ મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી એચ.એ.જાડેજા તથા પો.સબ.ઇન્સ.શ્રી, કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, તથા મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી કે.એચ.ભીચીયા તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ / ટેકનીકલ તથા મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.ના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ પકડી પાડવા તથા મુદામાલ હસ્તગત કરવા સારૂ પ્રયત્નો હાથ ધરેલ
દરમ્યાન આ કામે ચોકીદાર તથા ઘરઘાટીનું કામ કરતી સ્ત્રી સહીત આરોપીઓની તપાસ સારૂ હ્યુમન ઇન્ટેલીજનશ તથા ટેકનીકલ સર્વેલન્સ માધ્યમ મારફતે તપાસ ચાલુ હોય તે દરમ્યાન મોરબી એલ.સી.બી.સ્ટાફના માણસોને હકિકત મળેલ કે, સદરહુ ગુનાને અંજામ આપનાર ફરીયાદીશ્રીના ઘરે અગાઉ ચોકીદારી કામ કરતો રામબહાદુર ઉર્ફે જોખીયો નેપાળી કે જે હાલે શકિત પ્લોટ, શેરી નં-૦૨, HDFC બેંકની પાછળ, મોરબી નવા બનતા બિલ્ડીંગની ચોકીદારી કરે છે તે તથા તેનો દિકરો તથા ચોકીદાર સદૈબહાદુર તથા તેની પત્ની બિંદુ કે જે ખરેખર સદે બહાદુરની પત્ની ન હોય પરંતુ પત્ની તરીકે સાથે રહેતી હોય તે તથા સદેબહાદુરની સાળી બિન્દ્રા એમ બધાએ મળી આ ગુનાને અંજામ આપેલ હોય જે રામબહાદુર ઉર્ફે જોખીયો નેપાળી કે જે હાલે શકિત પ્લોટ, શેરી નં-૦૨, HDFC બેંકની પાછળ, મોરબી ખાતે હોવાની ચોકકસ હકિકત મળતા તુરતજ આ જગ્યાએ તપાસ કરતા મજકુર રામબહાદુર ઉર્ફે જોખીયો નેપાળી તથા તેના કાકાની દિકરી બહેન દર્શના વા/ઓ મનીષભાઇ વિશ્વકર્મા નેપાળી તથા તેનો બનેવી મનીષ કૈલાશ
ઉર્ફે કેલે વિશ્ર્વકર્મા/નેપાળી વાળાઓ મળી આવતા જે ઓરડીની ઝડતી તપાસ કરતા ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયા મળી આવતા નીચે જણાવેલ નામ વાળા ત્રણેયને હસ્તગત કરવામાં આવેલ છે. જે આગળની તપાસ અર્થે મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. તરફ મોકલવામાં આવેલ છે.
> ગુન્હાની મોડસઓપરેન્ડી- પકડાયેલ આરોપી પૈકી રામબહાદુર ઉર્ફે જોખીયો નેપાળી પોતે તથા પોતાના દિકરા વિનોદે ઉપરોકત
રહેણાંક મકાનમાં ચોરી કરવાનું અગાઉ નકકી કરેલ હોય પરંતુ પોતે ચોરી કરે તો પોતાની ઉપર શંકા જાય તેમ હોય જેથી પોતાના વતન બાજુના ગામના સદે ઉર્ફે શકિત ઉર્ફે રાષ્ટ્ર ઉર્ફે રાજુ સા/ઓ. ચંદ્રે કામી શાહ વિશ્ર્વકર્મા નેપાળી રહે,મારકોટ વોર્ડ નં-૦૯ તા.જી.કાલીકોટ (નેપાળ દેશ) તથા સંદેની સાથે રહેતી બીંદુ લક્ષ્મીરામ જેથી રહે, મુંબઇ મુળ નેપાળ તથા સદેની સાળી બીન્દ્રા રહે, મારકોટ વોર્ડ ન-૦૯ તા.જી,કાલીકોટ (નેપાળ દેશ) વાળીને બોલાવી બધા સાથે મળી સદરહુ ઘરમાં ચોરી કરવાનો પ્લાન બનાવી ચોરીને અજામ આપવા સદે ઉર્ફે શકિત તથા તેની સાથે બીજી બે સ્ત્રીઓને ઘરપાટીનું તથા ચોરીદાર તરીકે કામે રખાવી ઘરના સભ્યો બહાર ગામ જાય ત્યારે ઘરના તાડા તોડી ચોરી કરવાનો પ્લાન બે માસ અગાઉ બનાવેલ જેને અંજામ આપી સદેબહાદુર તથા તેની સાથેની બન્ને સ્ત્રીઓ તેઓના ભાગનો મુદામાલ લઇને નાથી ભાગી ગયેલ અને પકડાયેલ રામબહાદુરના ભાગમાં આવેલ ચોરીનો માલ રાખવા પોતાની કાકાની દિકરી બેન દર્શના વા. ો. મનીષ સ. ઓ. કેલે ઉર્ફે કેલાસ કામી વિશ્વકર્મા નેપાળી તથા તેના પતી મનીષ
રહે. હાલ મુન્દ્રા વાળાને બોલાવેલ હતા.
પકડાયેલ આરોપીઓના નામ સરનામાં
૧. રામબહાદુર ઉર્ફે જોખીયા સઓ ગુલજે નવલસીંગ વિશ્ર્વકર્મા/નેપાળી ઉ.વ. ૫૫ રહે. હાલ મોરબી શકિત પ્લોટ શેરી નં-૦૨ HDFC બેંકની પાછળ ભરતભાઇ મીરાણીના કન્ટ્રકશન સાઇડની ઓરડીમાં તા.જી.મોરબી મુળ ગામ લાલુગામ નરહરીનાથ પાલીકા વોર્ડ નં:-૦૮ તા.જી.કાલીકોટ (નેપાળ દેશ)
૨.મનીષ સઓ કેલાશ ઉર્ફે કેલે વિશ્ર્વકર્મા/નેપાળી ઉ.વ. ૩૦
૩. દર્શના વા/ઓ મનીષભાઇ વિશ્ર્વકર્માનેપાળી ઉ.વ. ૩૩ રહે. બન્ને કૈલાલી સોલ્ટા મોહનલેન પાલીકા વોર્ડ નં-૦૬
તા.જી.કેલાલી (નેપાળ દેશ)
પકડવાના બાકી આરોપીઓના નામ સરનામાં
૧. સદે ઉર્ફે શકિત ઉર્ફે રાજ ઉર્ફે રાજુ સ.ઓ. ચંદ્રે કામી શાહ વિશ્ર્વક્રર્મો નેપાળી રહે.મારકોટ વોર્ડ નં-૦૯
તા. જી.કાલીકોટ (નેપાળ દેશ)
૨. બીંદુ લક્ષ્મીરામ જૈશી રહે. મુંબઇ મૂળ નેપાળ
૩. બીન્દ્રા રહે. મારકોટ વોર્ડ નં-૦૯ તા.જી.કાલીકોટ (નેપાળ દેશ)
૪. વિનોદ રામબહાદુર ઉર્ફે જોખીયા સાઓ ગુલજે નવલસીંગ વિશ્ર્વકર્માનેપાળી ઉ.વ. ૫૫ રહે. હાલ મોરબી નરસંગ ટેકરી કર્મપેલેસ મુળ ગામ લાલુગામ નરહરીનાથ પાલીકા વોર્ડ નં-૦૮ તા.જી.કાલીકોટ (નેપાળ દેશ)
કબ્જે કરેલ મુદામાલ –
સોનાચાંદીના દાગીના, રોકડા રૂપીયા, તથા કાંડા ઘડીયાળ મળી કુલ રૂ. ૮,૫૩,૫૨૦/-
જાહેર પ્રજા જોગ પ્રદેશ
ધર,દુકાન,ફેકટરી, એપાર્ટમેન્ટ, ટેનામેન્ટ ખાતે ચોકીદાર કે ઘરઘાટી અર્થે કામે રાખવામાં આવતા પરપ્રાતિય માણસોની પુરેપુરી વિગત બાયોડેટા અવશ્ય તપાસવી અને લગત પોલીસ સ્ટેશન ખાતે તેને સાથે રાખી તેની નોંધ
કરાવવી.
કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારીઓ :–
શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ, મો.સી.
એ ડીવી. પો.સ્ટે. તથા PS) શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, તથા શ્રી કે.એચ.ભોચીયા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબી/ મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટાફ મદદમાં રહેલ હતા.
