• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના બે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન તથા બોટાદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના અલગ -અલગ ૨ ગુન્હામાં છેલ્લા ૫ માસથી નાસતા ફરતા આરોપીને બોટાદ જીલ્લાના પાળીયાદ ખાતેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ
તા.૦૭/૦૫/૨૦૨૩
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી નાઓને સુચના આપતા જે અન્વયે શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ જિજ્ઞાસાબેન કણસાગરા તથા પો.હેડ કોન્સ જયેશભાઇ વાધેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. સી. પાર્ટ ગુ.ર.નં.૨૧૪૩/૨૨ પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૮૧ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી કાનભા ઉર્ફે અનીરૂધ્ધસિંહ જાલુભા પરમાર ઉ.વ.૨૨ રહે. પાળીયાદ ભદ્રવાડી રોડ કાંગસીયા પરા જી.બોટાદ વાળાને આજરોજ પાળીયાદ ખાતેથી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવી.પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. તેમજ મજકુર આરોપી બોટાદ પો.સ્ટે.સી.પાર્ટ.ગુ.ર.નં.૦૧૦૬/૨૩પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૯૮(૨),૮૧ મુજબના કામે પણ પકડવાનો બાકી હોય જેની જાણ કરવા તજવીજ છે.
આમ, મોરબી જીલ્લાના મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. તથા બોટાદ જીલ્લાના બોટાદ પોસ્ટે.ના એમ કુલ-૨ પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામા મોરબી પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ,શ્રી એન.એચ.ચુડાસમા, તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*જામનગર ખાતે જામનગર જિલ્લા કલેકટર શ્રી રવિશંકર અને અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાએ કોરોના પ્રતિ વિરોધી રસી મુકાવી*

Hello Morbi

*HELLO MORBI: વાંકાનેર ખાતે યુવાન છોકરા-છોકરીઓમાં લિંગ સમાનતા અને સંવેદના અંગેનો સેમીનાર યોજાયો*

editor

*HELLO MORBI:પીપળીયા ચાર રસ્તાથી આગળ નિરૂબેનનગર ગામના ગેઇટ પાસે રોડ ઉપરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment