• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મિષ્ટી’ પ્રોજેક્ટ હેઠળ મોરબીમાં વન વિભાગ દ્વારા વર્ષ દરમિયાન૨૫૦ હેક્ટરમાં ૧૦ લાખથી વધુ ચેરની સિંગનું વાવેતર કરસે*

નવલખી દરિયાઈ વિસ્તાર અને જિલ્લાના ટાપુઓમાં ચેરના વાવેતર થકી યાયાવર પક્ષીઓ અને જીવસૃષ્ટિ વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનશે
અમદાવાદ, આણંદ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ભરૂચ, ભાવનગર, વલસાડ અને સુરત જિલ્લાની સાથે મોરબીમાં પણ મિષ્ટી કાર્યક્રમ હેઠળ ચેર (મેન્ગ્રોવ)ના વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે.
દરિયાઈ કાંઠાના સંરક્ષણ માટે અને ધોવાણ અટકાવવા તેમજ દરિયાઈ જીવસૃષ્ટિ માટે મોરબી ખાતે વન વિભાગ દ્વારા ચેરના વૃક્ષો વાવવાનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે મોરબી વન વિભાગ દ્વારા માળિયા તાલુકાના વવાણીયા ગામમાં કાસમપીર દરગાહ પાસે નવલખી દરિયાઈ જંગલ વિસ્તારમાં ચેરનું વાવેતર કરવામાં આવનાર છે.
વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે યોજાનાર કાર્યક્રમમાં મિષ્ટી પ્રોજેક્ટ અન્વયે કાર્યક્રમના દિવસે ૨ હેક્ટર વિસ્તારમાં ૮૦૦ બેડ અને પ્રતિ બેડમાં ૧૦ સિંગ મળી કુલ ૮ હજાર જેટલી ચેરની સિંગોનું વાવેતર કરવામાં આવનાર છે. ઉપરાંત મિષ્ટી પ્રોજેક્ટ હેઠળ મોરબી વન વિભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વન વિભાગ હેઠળના ૭૭૭૦ હેક્ટર અનામત વિસ્તારમાંથી ૨૫૦ હેક્ટર વિસ્તારમાં ૧૦ લાખથી વધુ ચેરની સિંગોનું વાવેતર કરવામાં આવનાર છે. વન વિભાગ દ્વારા યોગ્ય વિસ્તાર પસંદ કરી ચેરના વૃક્ષોનું વાવેતર કરી તેની જાળવણી કરવામાં આવનાર છે, જેથી દરિયાઈ વિસ્તારનું સંવર્ધન કરી શકાય અને દરિયાની ખારાશ અને ધોવાણ આગળ વધતું અટકાવી શકાય.
સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્ય સૌથી લાંબો ૧૬૦૦ કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. ત્યારે દરિયાઈ વિસ્તારની સાથે ચેરના વૃક્ષનું પણ ગુજરાતમાં મહત્વ અનેરૂં છે. સુંદરવન બાદ ગુજરાત ચેરના વૃક્ષોના આવરણ વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં બીજો ક્રમ ધરાવે છે. ચેરના વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકો જાગૃત થાય તે માટે આ મિષ્ટી પ્રોજેક્ટ ખૂબ જ મહત્વનો છે. મોરબી જિલ્લામાં નવલખી દરિયાઈ વિસ્તાર સાથે વિવિધ ટાપુ આવેલા છે જ્યાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં જીવસૃષ્ટિ અને યાયાવર પક્ષીઓ પણ જોવા મળે છે, ત્યારે ચેરના વૃક્ષોથી દરિયાઈ જીવસૃષ્ટિ વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનશે.

Related posts

*ઉમાં વીઘા સ્કૂલ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS: આયુષ હોસ્પિટલ ટીમદ્વારા સોવર્ષના વૃદ્ધની સફળ સર્જરી કરતા ડો,વિમલ દેત્રોજા અને ડો, અદિતિ જાલાવડિયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સરકારી ભવનો ઝળહળતી રોશનીથી ઝગમગી ઉઠ્યા*

editor

Leave a Comment