• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબીના માળીયા નજીક ભુસાની આડમાં ટ્રકમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતી એસએમસી ની ટીમ*

મોરબી : તા ૨ માળિયા મિયાણા નજીક ગત મોડી રાત્રીના એસએમસીએ ત્રાટકીને એક ટ્રકમાં ભૂંસાની આડમાં લઈ જવાતો રૂ.92 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી લઈ બે શખ્સોની ધરપકડ કરી છે. આ મામલે માળિયા પોલીસમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાત સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એસ.વી.ગલચરની ટીમે ગત મોડી રાત્રે માળિયા મિયાણામાં રેલવે જામનગર રોડ ઉપર આવેલ ક્રોસિંગ નજીક વોચ ગોઠવી ત્યાથી નીકળતા જીજે 10 ટીટી 9185 નંબરના ટ્રકને અટકાવી તલાસી લેતા તેમાં ભૂંસાની આડમાં રૂ.92.69 લાખની કિંમતનો 7213 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જેથી દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂ. 1.15 કરોડના મુદામાલ સાથે એસએમસીએ ડ્રાઈવર ભાવેશ નાથા મોરી રહે. દરેડ, જામનગર અને ક્લીનર લીલા ટપુ મોરી રહે. દરેડ, જામનગરને પકડી લીધા છે. આ સાથે અરજણ આલા કોડીયાતર રહે. રાણપર, દેવભૂમિ દ્વારકા, ભરત ઉર્ફે જીગો સોમાભાઈ કોડીયાતર રહે.ટીંબડી દેવભૂમિ દ્વારકા, ટ્રક મલિક, પંજાબના 3 શખ્સ મળી કુલ 6 શખ્સોની સંડોવણી ખુલી છે. હાલ આ મામલે માળિયા પોલીસમાં ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લામાં વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરતી ૧ પખવાડીયાની પ્રેરણાદાયી યાત્રા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં ૩૦ નવેમ્બર સુધી હથિયારબંધી; અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ બહાર પડાયું*

editor

*HELLO MORBI: ટંકારા ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલા ઉમેદવાર માટે વહીવટી તંત્ર અને સામાજિક કાર્યકરોએ સુંદર વ્યવસ્થા કરી*

editor

Leave a Comment