• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી મચ્છુ નદીના પટ્ટમાં રહેતા ૨૫૦ પરપ્રાંતીય મજૂરો* *સ્થાનિક લોકોનું સ્થળાંતર કરી સાફ-સફાઈ કરવામાં આવી*

મોરબી જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં
હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી કરાઇ
મચ્છુ નદીના પટ્ટમાં મોરબી પોલીસ વિભાગના
અધિકારીઓ અને સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
મોરબીમાં જિલ્લામાં સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર નગરપાલિકા, પોલીસ વિભાગ, આર & બી સહિત વિવિધ વિભાગોના સંકલનથી કામગીરી કરવામાં આવી રહી છે.

મોરબીના મચ્છુ નદીના પટ્ટમાં આફતના સમયે યોગ્ય પગલા લઈ શકાય તે માટે નદીના પટ્ટમાં રહેતા પરપ્રાંતીય મજૂર તેમજ સ્થાનિક ૨૫૦ લોકોને સ્થળાંતર માટે સમજાવી વી. સી. હાઇસ્કુલ , એમ.પી. ગર્લ્સ હાઇસ્કુલ, રસિકલાલ બોયઝ હાઈસ્કૂલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેઓના જમવાની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે આક્સ્મિક સંજોગોમાં યોગ્ય પગલા લઈ શકાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર એક્શન મોડમાં છે. જે અનવ્યે મોરબી નગરપાલિકા દ્વારા મચ્છુ નદીના પટ્ટમાં જેસીબી અને ટ્રૅક્ટર દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે.

જિલ્લા વહીવટી તંત્ર નગર પાલિકા, પોલીસ વિભાગ, આર & બી સહિતનો સ્ટાફ સાથે સંકલિત રહી હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી કરવામાં આવી છે. મોરબી પોલીસ વિભાગ દ્વારા અધિકારીઓ તેમજ ૭૦ જવાનોના સ્ટાફનો બંદોબસ્ત મચ્છુ નદીના પટ્ટમાં ગોઠવવામાં આવ્યો છે.

Related posts

*ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાજપના પાટીલ માસ્ક પહેરીયા વગર ચૂંટણીની કરે છે તૈયારી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પાટણ જિલ્લા ભાજપ મંત્રી તરીકે જાનકીબેન ચેતનભાઈ ઠક્કરની કરાઈ નિમણૂંક*

editor

*વાંકાનેરમાં બાઇક ઉપર 6 બોટલ દારૂની સાથે એક શખ્સ પકડાયો*

Hello Morbi

Leave a Comment