• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડાની આપદામાં ૧૮૧ અભયમ ટીમની સરાયનીય કામગીરી*

*”બિપરજોય વાવાઝોડાની આપદામાં ૧૮૧ અભયમ ટીમની સરાયનીય કામગીરી”
*”બિપરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે પવન અને વરસાદથી ધ્રુજતા નિ:સહાય વૃદ્ધ મહિલાને અભયમ ટીમ દ્વારા સુરક્ષીત સ્થાને ખસેડાયા”
*”મોરબી અભયમ ટીમે અજાણી નિસહાય વૃધ્ધા ને સખી વન સ્ટોપ સેન્ટરમા આશ્રય અપાવ્યો”
તારીખ 15/06/2023 ના રોજ રાત્રે સજ્જન વ્યક્તિ દ્વારા 181 પર કોલ આવેલ કે એક અજાણી મહિલા મળી આવેલ હોય માટે મદદ ની જરૂર છે. ત્યાર બાદ તાતકાલિક 181 મોરબી લોકેશન ટીમ ના કાઉન્સેલર પટેલ સેજલબેન તેમજ કોન્સ્ટેબલ રંજનબેન પાયલોટ રાજભાઈ ઘટના સ્થળે પોંહચેલ અને તે મહિલા પાસે જઈ સૌ પ્રથમ તો તેમને પેહલા સાંત્વના આપેલ ત્યાર બાદ તેમનું કાઉન્સિલિંગ દરમ્યાન મહિલા મુંજાયેલી હાલતમાં હોય તેમનું સરનામું કે તેમના વિશે માહિતી આપી શકતા ન હતા, તેથી અભયમ ટીમ દ્વારા વધુ પ્રયત્ન કરવામાં આવેલ પરંતુ તેઓ ક્યા રહે છે કોણ છે વગેરે બાબતે કઈ જણાવી શકતા ન હતા, મહિલાની મદદ માટે ૧૮૧માં કોલ કરનાર સજ્જન વ્યકિત દ્વારા જણાવેલ કે તેઓ ત્યા એકલા ક્યારના બેઠા હોય વધુ પવન અને વરસાદ ના કારણે વૃદ્વ મહિલા ધ્રુજતા હોય ત્યાના સરપંચ તેમજ તલાટીએ જણાવેલ કે આ મહિલા અહીંના નથી તેમજ નજીકના પોલીસ સ્ટેશન મા પણ પુછતાછ કરવામાં આવેલ પરંતુ તેમને જણાવેલ કે આવી કોઈ અજાણી વૃદ્ધ મહિલા ની ગુમ થયાની અરજી આવેલ નથી. 181ટીમ દ્વારા આજુબાજુ ના વિસ્તાર મા મહિલા ને લઇ જઈ પુછપરછ કરેલ પરંતુ મહિલા ને કોઈ ઓળખતુ ન હોવાથી તેમને લાંબા ગાળાના કાઉન્સિલિંગ તેમજ આશ્રય ની જરૂર હોવાથી સખી વન સ્ટોપ સેંટર-મોરબી ખાતે આશ્રય અપાવવામાં આવેલ છે. સ્થાનિક લોકોએ અભયમ ની માનવતા ભરી કામગીરીની પ્રશંસા કરી હતી.

Related posts

*મોરબીમાં સેલ્સ એજન્સીમાં ચાલતા જુગાર ધામ પર એ ડિવિજન પોલીસ ત્રાટકી પાંચ પતા પ્રેમીની અટકાયત*

Hello Morbi

*HELLO MORBI:શ્રી રામનવમીના પવિત્ર દિવસે ડીસાના વાલ્મીકી સમાજે જલારામ મંદિર ખાતે આરતીનો લાભ લઈ સમરસતા પર્વની કરી ઉજવણી*

editor

*HELLO MORBI NEWS: માણેકવાડા:સ્વર્ગસ્થ માતુશ્રીની સ્મૃતિમાં સરસ્વતી મંદિર શાળાને અર્પણ*

editor

Leave a Comment