• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ,વાંકાનેર હાઇવે પર મોટર સાયકલ પર સ્ટંટ કરતા છ ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી*

મોરબી જિલ્લાના હળવદાવાંકાનેર ને.હા. રોડ ઉપર મોટર સાયકલ ઉપર જોખમી સ્ટંટ કરતા ઇસમોના સોશીયલ મીડીયામાં વિડીયો વાયરલ થયેલ હોય જેથી તાત્કાલીક અસરથી જોખમી સ્ટંટ કરનાર છ ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી મોરબી પોલીસ
તા.૨૩/૦૬/૨૦૨૩
શ્રી, અશોક કુમાર IPS પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટ નાઓએ મોરબી જિલ્લામાં ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનમાં આઇ.ડી. ઉપર અપલોડ કરવામાં આવેલ વિડીયોમાં ને.હા. રોડ ઉપર મોટર સાયકલ ઉપર જોખમી સ્ટંટ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષકશ્રી, મોરબીનાઓને સુચના કરેલ હોય અને તાજેતરમાં હળવદાર્વાકાનેર ને.હા, રોડ ઉપર મોટર સાયકલ ઉપર જોખમી સ્ટંટ કરતા ઇસમોના વીડીયા સોશીયલ મીડીયામાં વાયરલ થયેલ હોય જે ઇસમોની માહીતી મેળવી તાત્કાલીક પકડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેકટર શ્રી હળવદ તથા પો.સબ.ઇન્સ, વાંકાનેર તાલુકા પો.સ્ટે.નાઓને સુચના કરેલ હોય જેથી શ્રી પી.એ.ઝાલા ના.પો.અધિ.શ્રી મોરબી વિભાગ, મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી વી.પી.ગોલ પો.ઇન્સ.શ્રી હળવદ તથા શ્રી બી.પી.સોનારા પો.સબ.ઇન્સ. વાંકાનેર તાલુકા નાઓએ તેઓના પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને સોશીયલ મીડીયામાં વાયરલ થયેલ વીડીયો અંગેની માહીતી મેળવવા અને જોખમી સ્ટંટ કરનાર ઇસમોને તાત્કાલીક પકડી પાડવા અંગેની કાર્યવાહી હાથ ધરતા ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનમાં Raider-king-09 નામની આઇ.ડી. ઉપર અપલોડ કરવામાં આવેલ વીડીયોમાં મોટર સાયકલ ઉપર નેહા રોડ ઉપર જોખમી સ્ટંટ કરતા ઇસમો જોવા મળતા હળવદ પો.સ્ટે. વિસ્તારમાંથી કુલ-૦૪ તથા વાંકાનેર તાલુકા પો.સ્ટે. વિસ્તારના કુલ-૦૨ એમ નીચે જણાવ્યા મુજબના કુલ-૦૬ ઇસમોને તાત્કાલીક અસરથી પકડી પાડી તેઓ વિરૂધ્ધ હળવદાવાંકાનેર તાલુકા પો.સ્ટે.માં અલગ અલગ ગુનાઓ રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) અર્જુનભાઇ કાનજીભાઇ ગોયલ/ઠાકોર ઉ.વ. ૧૯ રહે. હળવદ જી.મોરબી (૨) ગોપાલભાઇ રાજુભાઇ પનારા/ઠાકોર ઉ.વ. ૨૨ રહે. હળવદ જી.મોરબી (૩) અર્જુનભાઇ બળદેવભાઇ સડલીયા/ઠાકોર ઉ.વ. ૧૯ રહે. હળવદ જી.મોરબી (૪) મહેશભાઇ ઘનશ્યામભાઇ ગડાણી/કોળી ઉ.વ. ૧૯ રહે. હળવદ જી.મોરબી (૫) સચીનભાઇ ભગવાનજીભાઇ જાદવ/કોળી રહે. વાંકાનેર દિગ્વીજયનગર જી.મોરબી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી શ્રી, વી.પી.ગોલ પોલીસ ઇન્સ્પેકટર હળવદ, શ્રી બી.પી.સોનારા પો.સબ.ઇન્સ. વાંકાનેર તાલુકા પો.સ્ટે. પો.હેડ કોન્સ કિશોરભાઇ સોલગામા, ભરતભાઇ આલ, મહિપતસિંહ ચૌહાણ, વી.એન.સારદીયા, પો.કોન્સ. વિપુલભાઇ નાયક, દિપકસિંહ કાઠીયા, દેવેન્દ્રસિંહ ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, તેજપાલસિંહ ઝાલા, બીપીનભાઇ પરમાર, લીંબાભાઇ રબારી, હરીચંદ્રસિંહ ઝાલા, રવિભાઇ કલોતરા, વિજયભાઇ ડાંગર તથા અજયસિંહ ઝાલાનાઓ ઉપરોકત કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*૬૪- હળવદ ધ્રાંગધ્રા બેઠક ના અપક્ષ ઉમેદવારે પ્રકાશભાઈ વરમોરાને ટેકો જાહેર કરી ભાજપમાં જોડાયા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી: ઉમા ટાઉનશીપ ખાતે મહિલા સંગઠન દ્વારા રામનવમી ના દિવસે ભવ્યથી દિવ્ય કળશ પૂજા નું આયોજન*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

Leave a Comment