• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિદેશી દારૂ કુલ કિ રૂ.૨૮,૫૦૦/ નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

વિદેશી દારૂ કુલ કિ રૂ.૨૮,૫૦૦/ નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય તેમજ પો.કોન્સ તેજાભાઇ ગરચર તથા પો.કોન્સ હિતેષભાઈ યાવડા નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે (૧) લખન નીતીનભાઈ ભટ્ટી રહે વાવડી રૉડ ગાયત્રીનગર શેરી નં.૫ મોરબી તથા (૨) રૂષીરાજસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા રહે વાવડી રૉડ સોમૈયા સોસાયટી મોરબી તથા નં.(૩) સુઝલ ચંદુભાઈ પાંચોટીયા રહે પ્રભુનગર વાવડી રોડ મોરબી વાળાઓ વાવડી રૉડ પર આવેલ ઉમીયા પાર્ક સોસાયટીના ગેઈટ પાસે આવેલ કોમ્પલેક્ષની સીડી નીચે ઈંગ્લીસ દારૂનો જથ્થો રાખી ઈંગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરે છે.જેથી હકિકત આધારે મોરબી વાવડી રોડ ઉમીયા પાર્ક સોસાયટીના ગેઈટ પાસે કોમ્પલેક્ષની શેરીમા આવેલ સીડી પાસે થી રેઇડ કરતા આરોપી નં.(૧) મળી આવતા સદરહુ ઇગ્લીશ દારૂ ની કુલ બોટલ નંગ-૬૩ કિ.રૂ.૨૮,૫૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા તેમજ ઇગ્લીશ દારૂ આપનાર આરોપી નં.(ર) તથા આરોપી નં.(૩) નાઓ રેઈડ દરમ્યાન હાજર નહી મળી આવતા મજકુર ત્રણેય ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી –
(૧) લખનભાઈ નીતીનભાઈ ભટ્ટી/રજપુત ઉ.વ.૧૯ રહે ગાયત્રીનગર શેરી નં.૫ વાવડી રૉડ મોરબી (૨) રૂષીરાજસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા રહે.વાવડી રોડ સોમૈયા સોસાયટી શેરી નં.૨ મોરબી
(અટક કરવા પર બાકી) (૩) સુજલભાઇ ચંદુભાઇ પાંચોટીયા રહે પ્રભુનગર વાવડી રોડ મોરબી મુળ રહે અમરનગર તા.જી.મોરબી (અટક કરવા પર બાકી)
કબ્જે કરેલ મુદામાલ –
(૧) રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ ની બોટલો નંગ-૪૮ (૨) ઓલ સેસન્સ ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ ની બોટલો નંગ-૧૪ કુલ બોટલ નંગ-૬૩ જેની કુલ કિ રૂ ૨૮૫૦૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સબ.ઇન્સ કે.એચ.ભોચીયા તથા પો.હેડ.કોન્સ એ.પી.જાડેજા તથા કિશોરભાઇ મિયાત્રા તથા ચકુભાઇ કરોતરા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા હિતેષભાઈ ચાવડા તથા તેજાભાઇ ગરચર તથા અરજણભાઈ ગરીયા નાઓ દ્વારા કરેલ છે.

Related posts

*HELLO MORBI: ઉત્તરાયણના તહેવારે થોડી સાવધાની રાખીએ, અકસ્માત કે જાનહાની નિવારીએ*

editor

*જાંબુડા પાટિયા પાસે ઉમાવિધા સ્કૂલ ખાતે હડીયાણા ના પત્રકાર સરદ રાવલ નું ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું*

Hello Morbi

*કોવિડ-૧૯ વેકસીન આપવા સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઇ ઘરે ઘરે સર્વે માટે ટીમો બનાવી વિગતો મેળવાશે*

Hello Morbi

Leave a Comment