• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટાઇલ્સ ચીટીંગના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટાઇલ્સ ચીટીંગના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
તા.૧૮/૦૭/૨૦૨૩ પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા ઝુંબેસ રાખવામાં આવેલ હોય જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબીનાઓના માર્ગ દર્શન હેઠળ એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન એ.એસ.આઇ. ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ નાઓને હકીકત મળેલ કે, મોરબી તાલુકા પો.સ્ટે.ના ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં-૪૧/૨૦૧૨ આઇ.પી.સી. કલમ-૪૦૭,૪૬૫,૪૬૮ વિ. ના કામે ફરીયાદીના સેલ્વી સીરામીક માંથી ટાઇલ્સની પેટી નંગ-૨૬૬૫ કિ.રૂ. ૨,૪૬,૩૭૦/- ની ખોટા ટ્રક નંબર તથા ખોટી બિલ્ટી બનાવી ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી મુદ્દામાલ ઓળવી જવાના ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ગણેશ ઉર્ફે ઠાકરો શીવજી રાજપુરોહિત રહે.ડીસા મીથકાતલા તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન વાળો હાલે અજુજા ગામ જી.પાટણ છે. સદર હકીકત વાળા સ્થળે જઇ વોચ કરતા હકીકત વાળો નાસતો ફરતો મજકુર ઇસમ મળી આવતા તા.૧૮/૦૭/૨૦૨૩ ના કલાક ૧૭/૩૦ વાગ્યે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે. –
નાફતો ફરતો આરોપી :-
ઠાકરશી ઉર્ફે ગણેશભાઇ સઓ શીવસિંહ રાજપુરોહિત ઉ.વ.૪૦ ધંધો વેપાર તથા ખેત મજુરી રહે.હાલ અજુજા ગામ તા.સરસ્વતી જી.પાટણ મુળ રહે મીએ-કા તળા પુરોહિતા કા પાળા તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ.ઇન્સ.શ્રી એમ.એસ.અંસારી તેમજ પો.સબ.ઇન્સ.શ્રી કે.આર.કેસરીયા તેમજ એ.એસ.આઇ ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગંઢવી, રસીકકુમાર કડીવાર તથા પો.હેડ કોન્સ. મહાવિરસિંહ પરમાર તથા જુવાનસિંહ રાણા તથા શેખાભાઇ મોરી તથા મુકેશભાઇ જોગરાજીયા તથા પોલીસ કોન્સ્ટેબલ માણસુરભાઇ ડાંગર તથા આશીફભાઇ રાઉમા તથા ભાવેશભાઇ મિયાત્રા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી અન્વયે રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત*

editor

*HELLO MORBI:વેરાવળના ડોક્ટરને મરવા મજબુર કરનારા ઈસમોને બેનકાબ કરી આરોપીઑને સખત નશ્યત પહોચાડવા ટંકારામાં આવેદનપત્ર પાઠવાયુ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: રમત, ઉત્સાહ અને પરિવાર સાથેની ખુશીની ઉજવણી નવયુગ સંકુલમાં સ્પોર્ટ્સ ડે ઉજવાયો*

editor

Leave a Comment