• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ તાલુકાના ચરાડવા ગામેથી આયુર્વેદિક પીણાના નામે વેચાતા શંકાસ્પદ કેફી પીણાનો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ*

હળવદ તાલુકાના ચરાડવા ગામેથી આયુર્વેદિક પીણાના નામે વેચાતા શંકાસ્પદ કેફી પીણાના કુલ ૨૩૨૫ બોટલોના આધાર કે બીલ વગરના મોટા જથ્થાને રહેણાંક મકાનના ગોડાઉન માંથી પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી.
તા.૦૨/૦૯/૨૦૨૩ પોલીસ મહાનિરીક્ષકશ્રી, અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ સુચના કરેલ કે, આયુર્વેદિકની આડમાં બજારમાં હર્બી પીણા તરીકે વેચાણ/કબજામાં રાખતા કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ હળવદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન પોલીસ હેડ કોન્સ. શેખાભાઇ મોરી તથા મુકેશભાઇ જોગરાજીયા તથા પો.કોન્સ. ભાવેશભાઇ મિયાત્રાને સંયુક્ત બાતમી મળેલ કે, મોરબી હળવદ રોડ પર ચરાડવા ગામે બસ સ્ટેશન પાસે મુરલીધર પાન સેન્ટરની દુકાન વાળા રાજેશભાઇ ડાયાભાઇ સોનગ્રા રહે ચરાડવા ગોપાલનગર વાળો તેના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં આવેલ દુકાન/ગોડાઉનમાં આયુર્વેદિક શંકાસ્પદ કેફી પીણાની બોટલોનો મોટો જથ્થો રાખી તેનુ ખાનગીમાં વેચાણ કરે છે. તેવી બાતમી હકીકત આધારે પંચો સાથે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મળેલ હકીકત મુજબનો માણસ તથા મુદ્દામાલ તેના કબજા ભોગવટા વાળા સ્થળેથી મળી આવતા સદરહુ મુદ્દામાલ બીલ કે આધાર વગરનો ગેરકાયદેસરનુ જણાતા સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબની ધોરણસરની કાર્યવાહી હળવદ પો.સ્ટે.માં કરવામાં આવેલ છે.
મુદ્દામાલ કબજામાં રાખનાર ઇસમની વિગત :-
રાજેશભાઇ ડાયાભાઇ અટક સોનગ્રા જાતે સતવારા ઉવ.૪૨ ધંધો પાન બીડીનો વેપાર રહેવાસી ચરાડવા ગોપાલનગર તા.હળવદ જી.મોરબી
કબજે કરેલ મુદામાલની વિગત :-
(૧) “ASHVASHAV” ટોનીક 400 MI.ની કાળા ઘોડા વાળી શીલપેક બોટલ નંગ-૧ ની કિ.રૂ.૧૪૯/- ગણી બોટલ નંગ- ૨૨૫૦ કિમત રૂપીયા ૩,૩૫,૨૫૦/-
૨) “A MEGHASAVA ASAVA-ARISHTA” 375 M.I.ની શીલપેક બોટલ નંગ-૧ ની કિ.રૂ.૧૪૯/- પ્રિન્ટ વાળી બોટલ નંગ-૭૫ કિમત રૂપીયા ૧૧,૧૭૫/- મળી કુલ બોટલ નંગ-૨૩૨૫ કિમત રૂપીયા ૩,૪૬,૪૨૫/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :- શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા શ્રી પો.સબ ઇન્સ. એમ.એસ.અંસારી તથા
કે.આર.કેસરીયા તેમજ એ.એસ.આઇ. રણજીતભાઇ બાવડા તથા રસીકભાઇ કડીવાર તથા ફારૂકભાઇ પટેલ તથા કિશોરદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સ. શેખાભાઇ મોરી તથા જુવાનસિંહ રાણા તથા મહાવિરસિંહ પરમાર તથા મુકેશભાઇ જોગરાજીયા તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ ચાણકીયા તથા માણસુરભાઇ ડાંગર તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ

Related posts

*HELLO MORBI: મોરબીમાં ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે વિકસિતભારત સંકલ્પ યાત્રા રથનું આગમન; ઉત્સાહભેર આવકાર*

editor

*HELLO MORBI: મોરબીમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા કેન્દ્રોનો શુભારંભ*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી ૧૬ મે ના રોજ યોજાશે*

editor

Leave a Comment