• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હત્યાના ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદી વચગાળાના જામીન ઉપરથી જેલ ફરારી થયેલ જેને પકડી જેલ હવાલે કરતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ / એલ.સી.બી.*

ખુનના ગંભીર ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદી વચગાળાના જામીન ઉપરથી જેલ ફરારી થયેલ જેને પકડી જેલ હવાલે કરતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ / એલ.સી.બી.
તા.૨૮/૦૯/૨૦૨૩
શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટની સુચના મુજબ શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી નાઓએ મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા સારૂ ખાસ ઝુંબેશનુ આયોજન કરી શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓને ઉપરોકત કામગીરી અસરકારક રીતે કરવા સારૂ જરૂરી માર્ગદર્શન તથા સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી શ્રી, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના, Aડા જયવંતસિંહ ગોહીલ, HC પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે, માળીયા મિંયાણા પો.સ્ટે. એ પાર્ટ.૦૯૬૦/૨૦૨૧ આઇ.પી.સી.કલમ- ૩૦૨,૫૦૪,૧૧૪ વિ.મુજબના ગુન્હાના કામે નામ.ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી દિન-૦૭ ના ટેમ્પરરી જામીન મેળવી જેલ મુકત થયેલ હોય જે કાચા કામનો કેદી રજા પૂર્ણ થતાં પરત મોરબી જેલમાં હાજર નહી થઇ વચગાળાના જામીન ઉપરથી જેલ ફરાર થયેલ જે કાચા કામના કેદી સુનિલભાઇ લાભુભાઇ કોરડીયા રહે.વેણાસર તા.મા.મી.જી.મોરબી વાળો હળવદ તાલુકાના માનગઢ ગામની સીમમાં હોવાની હકીકત મળેલ હોય જે હકિકત આધારે સ્ટાફ સાથે તપાસ કરતા મજકુર કાચા કામનો કેદી સુનિલ લાભુભાઇ કોરડીયા (કોળી) ઉવ-૩૦ રહે.મુળ વેણાસર તા.મા.મી. જી.મોરબી હાલ રહે.મધુપુર તા.જી.મોરબી વાળો મળી આવતા તેને હસ્તગત કરી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી, એન.એચ. ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

 

Related posts

*સુરેન્દ્રનગર : જોરાવર નગરના પોલીસ મથકમાં વિદેશી દારૂના કેસમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી મોરબી એસઓજી ની ટીમ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના આમરણ મુકામે સંત શ્રી ભીમ સાહેબ ની જગ્યામાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ કોલેજ મોરબી નું ગૌરવ:નવયુગ કોલેજની વિદ્યાર્થીનીએ રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીતી મોરબીનું ગૌરવ વધાર્યું*

editor

Leave a Comment