• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા (મીં) વિસ્તારમાં નવાગામની સીમમાં એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

માળીયા (મીં) વિસ્તારમાં નવાગામની સીમમાં એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી.

તા.૧૨/૧૦/૨૦૨૩ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ માળીયા (મી) વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન એ.એસ.આઇ. કિશોરદાન ગંભીરદાન ગઢવી તથા ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ ને બાતમી મળેલ કે, આમદ રસુલભાઇ મીયાણા રહે.નવાગામ હાલ નવાગામની સામાકાંઠા વાળી સીમમાં તા.માળીયા વાળો જેને શરીરે ઉભા પટ્ટા વાળો શર્ટ ગ્રે કલરનુ પેન્ટ પહેરેલ છે અને તે હાલે પોતાની નવાગામની નદી કાંઠે આવેલ સીમમાં કપાસ વાવેલ ખેતરે પોતાના હાથમાં એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે આંટા મારે છે. તેવી બાતમી હકીકત આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મળેલ હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ નીચે જણાવ્યા મુજબના નામ સરનામા તથા મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

પકડાયેલ આરોપીનુ નામ સરનામુ :-
આમદભાઇ રસુલભાઇ જેડા જાતે મીયાણા ઉવ.૪૪ ધંધો ખેતી રહે.હાલ નવાગામની સામાકાંઠા વાળી સીમ મુળ રહે.નવાગામ જેડાવાસ તા.માળીયા જી.મોરબી
પકડાયેલ મુદામાલની વિગત :-
ગે.કા.દેશી હાથ બનાવટની જામગરી નંગ-૧, કિં.રૂ.૨૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા શ્રી પો.સબ ઇન્સ. એમ.એસ.અંસારી તેમજ એ.એસ.આઇ. રસીકભાઇ કડીવાર તથા ફારૂકભાઇ પટેલ તથા કિશોરદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સ. શેખાભાઇ મોરી તથા જુવાનસિંહ રાણા તથા મહાવિરસિંહ પરમાર તથા મુકેશભાઇ જોગરાજીયા તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી માણસુરભાઇ ડાંગર તથા ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ ચાણકીયા તથા સામંતભાઇ છુછીયા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા અંકુરભાઇ ચાંચુ વિગેરે જોડાયેલ હતા.

Related posts

*મોરબીમાં ઓરપેટ દ્વારા આજે રવિવારથી રેપીડ ટેસ્ટ કેમ્પ શરૂ*

Hello Morbi

મોરબી માળીયા મત વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા વિકાસ લક્ષી કાર્ય માટે લોક સંપર્ક શરૂ કર્યુ

Hello Morbi

*ડીસા જલારામ મંદિરે સંકલ્પ દાન કરી રાજીપો અનુભવતા દાતા શ્રી કનૈયાલાલ ઠકકર*

Hello Morbi

Leave a Comment