• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડીસા જલારામ મંદિર ખાતે લોહાણા પ્રતિભાઓનું કરવામાં આવેલ દબદબાભેર સન્માન*

ડીસા જલારામ મંદિર ખાતે લોહાણા પ્રતિભાઓનું કરવામાં આવેલ દબદબાભેર સન્માન
ડીસા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર્સ ગૌતમ ઠકકર,જેન્સી ઠકકર,માધવી ઠકકર,ઝેરડા પી.એચ.સી.માં ફરજ બજાવતાં ડોક્ટર શ્રેયા ઠકકર,રઘુવંશી દેશી લોહાણા મહાજનના નવા વરાયેલા પ્રમુખ દીલીપભાઈ વકીલ,ઉપપ્રમુખ દેવચંદભાઈ એન.ઠકકર,લોહાણા પ્રગતિ યુવક મંડળના નવા વરાયેલા પ્રમુખ યોગેશભાઈ સહાયતા(ડીકાલાલ),મંત્રી ધવલભાઈ ડી.ઠકકર એમ સૌએ ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના મંદિરે દર્શન કરી,આશીર્વાદ લઈ,મહાઆરતીનો લાભ લીધો હતો.
આ તમામ રઘુવંશી પ્રતિભાઓનું જય જલારામ ટ્રસ્ટ ડીસા,જલારામ ગૌ સત્સંગ મંડળ તેમજ શુભેચ્છક ગ્રુપ દ્રારા ફૂલછડીથી દબદબાભેર સન્માન કરી ઉજ્જવલ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રેરણાદાયી અવસરે સર્વ શારદાબેન આચાર્ય,ભગવાનભાઈ બંધુ,આનંદભાઈ પી.ઠક્કર,બળદેવભાઈ રાયકા,મહેશભાઈ મનવર,કાંતિભાઈ માળી,દિનેશભાઈ કવિરાજ,દીલીપભાઈ રતાણી,દિનેશભાઇ ચોકસી,વિષ્ણુભાઈ સી.ઠકકર,પ્રકાશભાઈ મજેઠીયા,એફ.ડી.ઠકકર,પરેશભાઈ જીવરાણી,અરવિંદભાઈ અખાણી,અનીલભાઈ ઠકકર,ગણપતભાઈ અખાણી,પ્રકાશભાઈ કાનાબાર સહિત ખૂબ મોટી સંખ્યામાં શુભેચ્છકોએ ખાસ ઉપસ્થિત રહી સૌને સન્માનિત કર્યા હતા.
સન્માનિત મહાનુભાવોએ પણ તેમનો સકારાત્મક પ્રતિભાવ આપી જલારામ મંદિરનાં સત્કાર્યોમાં સહકાર આપવાની ખાત્રી આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન ભગવાનભાઈ બંધુ તેમજ જીવંત પ્રસારણ આનંદભાઈ પી.ઠકકરે કર્યું હતું.
સૌએ મહાઆરતી તેમજ ખીચડી-કઢી પ્રસાદનો હોંશેહોંશે લાભ લીધો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ દ્વારા શહેર ના લખધીરવાસ ચોક ખાતે “મયુરનગરી કા રાજા” ગણેશ મહોત્સવ માં દરેક ભક્તજનો માટે લાઈવ પ્રસાદ યોજાયો*

editor

*HELLO MORBI:મોરબી રામાનંદી સાધુ સમાજ ના તેજસ્વી તારલાઓ નું સરસ્વતી સન્માન કાર્યક્ર્મ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:છ વર્ષની બાળકીને તેના પરિવાર સાથે સુખ:દ મિલન કરાવતી મોરબી 𝟏𝟖𝟏 અભયમ તથા મોરબી પોલીસ*

editor

Leave a Comment