• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી ના અણીયાળી ચોકડી, સિલ્વર હોટલની બાજુમાંથી ચોરાયેલ જી.સી.બી. મશીન શોધી કાઢી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના અણીયાળી ચોકડી, સિલ્વર હોટલની બાજુમાંથી ચોરાયેલ જી.સી.બી. મશીન શોધી કાઢી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલતી મોરબી તાલુકા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

જે અન્વયે મ્હે. પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટરશ્રી કે.એ.વાળા નાઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૫૨૩૨૦૨૩/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબનો ગુન્હો તા.૦૩/૧૧/૨૦૨૩ ના રોજ ગુન્હો દાખલ થયેલ હોય અને સદરહું ગુન્હાના કામે ચોરીમાં ગયેલ જી.સી.બી. કંપનીનુ 3DX મોડલનુ મશીન જેના રજી.નં. GJ-12-CM-5211 કિં.રૂ.૩૦,૦૦,૦૦૦/- વાળુ મોરબી તાલુકાના અણીયાળી ચોકડી સિલ્વર હોટલની બાજુમાંથી ચોરી થયેલ હોય જે ચોરીમાં ગયેલ જી.સી.બી. મશીન શોધી કાઢવા અલગ-અલગ ટીમો બનાવી વોચ તપાસમાં રવાના કરેલ
દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા નાઓ સર્વેલન્સ સ્ટાફ સાથે વોચ તપાસમાં રહી ગુન્હો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન બનાવવાળી જગ્યાના આજુબાજુના સી.સી.ટી.વી ફુટેજ જોતા સદરહું જી.સી.બી. મશીન જોવામાં આવતા આરોપીનો રૂટ ચકાસી સદરહું જી.સી.બી. મશીનની સાથે-સાથે એક શંકાસ્પદ મોટર સાયકલ જતુ જોવામાં આવતા સાથેના પોલીસ કોન્સ. ભગીરથભાઇ દાદુભાઇ લોખીલ નાઓએ પોકેટકોપ માધ્યમથી સદરહું મોટર સાયકલના રજી.નં. GJ-01-LK-2179 વાળા સર્ચ કરતા સદરહું મોટર સાયકલના ઓર્નર ભરતભાઇ રવજીભાઇ ચૌહાણ રહે. નાગધણીબા, તા.જી.ભાવનગર વાળા હોવાનુ જણાતા તુરત જ એક ટીમને શંકાસ્પદ મોટર સાયકલ બાબતે તપાસ કરવા ભાવનગર રવાના કરતા આ કામે ભાવનગર જીલ્લાના ૫ નાગધણીબા ગામેથી આ કામે ચોરીમાં ગયેલ જી.સી.બી. મશીન તથા ગુન્હામાં વપરાયેલ મોટર સાયકલ સાથે બે ઇસમો મળી આવતા જેઓની પુછપરછ દરમ્યાન ગુન્હાની કબુલાત આપતા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે,
આરોપી
1) શૈલેષભાઇ ભરતભાઇ ચૌહાણ / કોળી ઉ.વ.૧૯, રહે. નાગધણીબા, તા.જી.ભાવનગર.
2) વિશાલભાઇ વલ્લભભાઇ મકવાણા / કોળી ઉ.વ.૨૦, રહે. નાગધણીબા, તા.જી.ભાવનગર.
કબ્જે કરેલ મુદ્દામાલ :-
) જી.સી.બી. કંપનીનુ 3DX મોડલનુ મશીન જેના રજી.નં. GJ-12-CM-5211 કિ.રૂ.૩૦,૦૦,૦૦૦/-
2) હિરો હોન્ડા કંપનીનુ સી.ડી. ડીલક્ષ મોટર સાયકલ રજી.નં. GJ-01-LK-2179 કિં.રૂ.૨૫,૦૦૦/- મળી કૂલ કિં.રૂ.૩૦,૨૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા
તથા એ.એસ.આઇ જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા વનરાજભાઇ ચાવડા તથા હરેશભાઇ આગલ તથા વિજયભાઇ ડાંગર તથા જનકસિંહ પરમાર તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા વનરાજસિંહ ચૌહાણ તથા કેતનભાઇ અજાણા તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા હરપાલસિંહ ઝાલા તથા કુલદિપભાઇ કાનગડ તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI:મોરબીવાસિયો માટે વિના મુલ્યે ગરબા કોમ્પિટિસેન યોજાશે*

editor

*HELLO MORBI:જલારામ મંદિર થરાની પદયાત્રાનો સંકલ્પ પૂર્ણ કરતા દિયોદરના જલારામ ભકત શ્રી મનુભાઈ રતિલાલ ઠકકર*

editor

*ટંકારા વૈષ્ણવો ના સહયોગ થી હવેલીના જીણૌદ્વાર નું કાર્ય પૂર્ણ થયું*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

Leave a Comment