• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી હાઇવે ઉપર જીએસટી ટીમનો સપાટો : એક મહિનામાં 1.70 કરોડની ટેક્સ ચોરી ઝડપી વાહનો જપ્ત*

સિરામિક ફેક્ટરીઓમાંથી નીકળતા વાહનોમાં કરચોરીનું પ્રમાણ વધ્યું : 67 વાહનો જપ્ત

મોરબી : કોરોના હળવો બનતા જ જીએસટી વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. અને રાજકોટ-મોરબી હાઇવે તેમજ મોરબીને જોડતા અન્ય માર્ગો ઉપર જીએસટી ટીમોએ મે મહિના દરમિયાન સતત ચેકીંગ ચાલુ રાખતા ગેરરીતિ સબબ રૂપિયા 1.70 કરોડની ટેક્સચોરી ઝડપી લઈ 67 વાહનો જપ્ત કરવામાં આવ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.                                                           મોરબી જિલ્લામાં કેટલાક સીરામીક એકમોમાં હજુ પણ જીએસટી ચોરી કરવા નિત-નવા નુસ્ખા અજમાવવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોનામાંથી હળવા બનેલ જીએસટી વિભાગે મોબાઈલ ચેકીંગ સ્ક્વોડને સતત દોડાવવાનું ચાલુ કરતા મે માસ દરમિયાન મોરબી રાજકોટ ઉપરાંત મોરબીને જોડતા માર્ગો ઉપરથી મોટા પ્રમાણમાં ઇ-વેબીલ અને અન્ય ગેરરીતિ સબબ 67 વાહનોમાં લાદવામાં આવેલો માલ જપ્ત કરવામાં આવ્યો છે.

 

જીએસટી ટીમની મોબાઈલ સ્ક્વોડ દ્વારા મે મહિના દરમિયાન રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવેલી ચેકીંગ કામગીરીમાં કુલ 1.70 કરોડ રૂપિયાની કરચોરી ઝડપી પાડી જે તે કંપની પેઢીઓ સામે કાનૂની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લાના ખેડુતોને કપાસના બિયારણની ખરીદી પહેલા અને વાવેતર અગાઉ સાવચેતીના પગલાઓ અનુસરવાઃ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) નો અનુરોધ*

editor

*HELLO MORBI: જુલાઈ-૨૦૨૪ મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર*

editor

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા આજરોજ બપોરના એક થી મોડી સાંજ સુધી પોતાના કાર્યાલય ઉમા ટાઉનશીપ ખાતે લોક સંપર્ક કરશે*

editor

Leave a Comment