• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:દિવાળી પર્વ અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન ચોરી કરતા ઇસમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

દિવાળી પર્વ અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન ચોરી કરતા ઇસમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
મ્હે.પોલીસ અધિક્ષકશ્રી, રાહુલ ત્રીપાઠી સાહેબ મોરબી જીલ્લાનાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, પી.એ.મોરબી ઝાલા સાહેબ વિભાગ નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આગામી દિવાળી પર્વ અનુસંધાને અસરકારક પેટ્રોલીંગ કરી કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટરશ્રી, કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાઓએ
સુચના કરેલ કે આગામી દિવાળી પર્વ અનુસંધાને સઘન પેટ્રોલીંગ રાખવુ જેથી પો.સ્ટે વિસ્તાર પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.કોન્સ. વાસુદેવ રણછોદભાઇ સોનગ્રા નાઓની ખાનગી રાહે હકીકત મળેલ કે, ત્રણ ઇસમો વાંકાનેર મોરબી ને.હા. રોડ જાંબુડીયા ગામ આર.ટી.ઓ ઓફીસની સામે રોડ ઉપર શંકાશ્પદ રીતે આટા ફેરા કરતો હોય જેથી હકીકત વાળી જગ્યાએ જતા ત્યા બે ઇસમમો ઉભા હોય જેઓને હજરી બાબતે યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા પોતે ટંકારાના લતીપાર ગામથી આશરે પાંચ સાત કિ.મી. દૂર એક બંધ કારખાનામાંથી મોટર નંગ-૨૫ ની ચોરી કરેલ હોવાની કબુલાત આપતા હોય જેથી તેમની પાસે નાની મોટી પંદર મોટર મળી આવેલ હોય જેની કુલ કિ.રૂ. ૮૭,૦૦૦/- તથા બે મોબાઇલ કિ.રૂ.૭૫૦૦/- ગણી કુલ્લે કિ.રૂ. ૯૪૫૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી આરોપીઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ,
આરોપી –
૧) જાવીદભાઇ સલીમભાઇ સૈયદ જાતે બુખારી ઉ.વ.૨૦ ધંધો-ડ્રાયવીંગ રહે વાંકાનેર દાતાપીરની દરગાહ પાસે જી મોરબી
(૨) આસીફભાઇ ઇબ્રાહીમ કૈડા જાતે સંધી ઉ.વ.૨૬ ધંધો રી.ડ્રા.રહે વાંકનેર વેલનાથપરા ભારત ઓઇલ મીલ પાછળ જી-મોરબી
(૩) અખ્તરભાઇ આદમભાઇ મકરાણી જાતે મુસ્લીમ ઉ.વ.૨૦ ધંધો ડ્રાયવીંગ રહે વાંકાનેર પેડક દિગવિજયનગર જી મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ-
(૧) નાની મોટી મોટર નંગ-૧૫ કુલ કિ.રૂ. ૮૭,૦૦૦/-
૨) VIVO-V-27 મોબાઇલ ફોન કિ.રૂ.6000 મળી કુલ કિ.રૂ.૬૦૦૦/-
3) એક ઓપો કંપનીનો બંધ હાલતમાં જેની કિ.રૂ. ૧૫૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સપેક્ટરશ્રી કે.એ.વાળા તથા પો.સબ.ઇન્સ. બી.એમ.બગડા તથા પો.કોન્સ. વાસુદેવ રણછોડભાઇ સોનગ્રા તથા આર્મ પો.કોન્સ યસવંતસિંહ પ્રવીણસિંહ ઝાલા નાઓ દ્વારા સદરહ કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તા.૧૮ જુલાઈના રોજ યોજાશે*

editor

*HELLO MORBI:માળીયા(મીં)પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવઘ ઓનેસ્ટ હોટલ પાસે ને.હા.રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી બનાવટની પીસ્ટલ તથા જીવતા કાર્ટીઝ સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*HELLO MORBI: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે આજે બુધવારે સાંજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું થશે ઉદ્ઘાટન*

editor

Leave a Comment