• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકાના પીઠડ ગામના સી.આર.સી દ્વારા મોરાણા પ્રાથમિક શાળા ખાતે કલા ઉત્સવની ઉજવણી કરાય*

રિપોર્ટર. શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ.હડિયાણા……………

જોડિયા તાલુકાના પીઠડ ગામે સી.આર.સી કક્ષાનો કલા ઉત્સવ મોરાણા પ્રાથમિક શાળામાં ઉજવાયો…………………..

 

આજરોજ સી.આર.સી પીઠડ દ્વારા કલા ઉત્સવ મોરાણા પ્રાથમિક શાળા ખાતે ઉજવવામાં આવ્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા ઉત્સવમાં ચિત્ર, કવિ સંમેલન, સંગીત વાદન અને સંગીત ગાયન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં સીઆરસી પીઠડની 6 ના 24 બાળકો દ્વારા સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો. પ્રથમ નંબર મેળવનારને રૂપિયા 300 બીજો નંબર પ્રાપ્ત કરનારને ₹200 અને ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર ને 100 રૂપિયા ઈનામ આપવામાં આવ્યું હતું. તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સીઆરસી પીઠડ દ્વારા પ્રોતસાહિત ઇનામ પણ આપવામાં આવ્યું હતું………

આ કાર્યક્રમમાં કનુભાઈ ઝાલા દ્વારા તબલાના તાલ વગાડીને બાળકોને સમજ આપી હતી. રાજુભાઈ ડાંગર દ્વારા બાળકોને જુદા જુદા ગીતના રાગ વિશે માર્ગદર્શન આપ્યું હતું…………. સી.આર.સી પીઠડ ના કવિ એવા રાકેશભાઈ ફેફર દ્વારા કવિતાની રચના કઈ રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સી.આર.સી પીઠડના સી.આર.સી કો-ઓર્ડીનેટર વિરડા અજયકુમાર જીવનભાઈ બી.આર.સી કક્ષાએ ભાગ લેતા તમામ બાળકોને શુભેચ્છા પાઠવી હતી………..

Related posts

*શ્રી રામજીભાઈ માવાણી (માજી સાંસદ) નો આજે ૭૮ મો જન્મદિવસ. શ્રી રામજીભાઈ માવાણીએ કોરોનાને હરાવેલ છે*

Hello Morbi

*બાલંભા ગામે તાલુકા શાળા ખાતે પ્રધાનમંત્રી ગરીબ યોજના અંતગર્ત અન ઉત્સવની ઉજવણી કરાઈ*

Hello Morbi

*HELLO MORBI:ધારાસભ્ય ના સફળ પ્રયત્ન: મોરબી નગરપાલિકા દ્વારા સી.ટી. બસ સેવાનો પુનઃ પ્રારંભ*

editor

Leave a Comment