• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લામાં વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરતી ૧ પખવાડીયાની પ્રેરણાદાયી યાત્રા*

*મોરબી જિલ્લામાં વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરતી ૧ પખવાડીયાની પ્રેરણાદાયી* યાત્રા*

*વિકસિત ભારત સંકલ્પ યાત્રા ૧ પખવાડીયું સંપ્પન; ૧૦૧ ગામના ૨૩ હજારથી વધુ ગ્રામજનો બન્યા સહભાગી*

*ગામડાઓમાં અનેક કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચ્યા ઘર આંગણ
મોરબી*
સમગ્ર દેશમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગુજરાત રાજ્ય પણ ખભે ખભો મીલાવીને આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. ત્યારે મોરબી જિલ્લા એ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ૧૫ દિવસ પુર્ણ કરીને પોતાની પ્રેરણાદાયી આગવી પ્રતિભા છોડી છે. રથ પરિભ્રમણ દરમિયાન ગામો-ગામ જઈને લોકો સાથે મુલાકાત કરી તેમને વિવિધ યોજનાઓના લાભ વિશે માહિતગાર કરીને તે યોજનાનો લાભ તેમને ત્વરિત મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ ૧૫ દિવસમાં યાત્રા રથે ૧૦૧ ગ્રામપંચાયતોએ પહોંચીને ૨૩,૭૦૬ લોકો સાથે મુલાકાત કરી તેમને વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે જોડ્યા છે. યાત્રા દરમિયાન ૧૨૪૦૫ લોકોએ આરોગ્ય કેમ્પની મુલાકાત લીધી હતી. જેમાં ૩૬૨૩ જેટલા લોકોએ ટી.બી.ની તપાસ કરાવી હતી.
સંકલ્પ યાત્રાનો મુખ્ય લક્ષ્ય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ વંચિત લાભાર્થીઓને ઘરઆંગણે હાથોહાથ પહોંચાડીને સો ટકા લક્ષ્યાંક સાધવાનો છે. જે અન્વયે ૩૧૪૩ લોકોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો છે જેમાંથી ૩૮૮ વ્યક્તિઓને સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ૧૦૦% જલ જીવન મીશન, ૧૦૦% જન ધન યોજના, ૧૦૦% પી.એમ. કિશાન યોજના, ૧૦૦% જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશન અને ઓ.ડી.એફ. પ્લસ થયેલ કુલ ૧૦૧ એટલે કે અત્યારે રથ જેટલી ગ્રામપંચાયતોમાં પહોંચ્યો છે તે તમામ ગ્રામ પંચાયતોની આ સિદ્ધિઓને સન્માનિત કરવામાં આવી છે.
આ યાત્રા દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતા ૮૦ જેટલા ખેડુતો ગ્રામજનો સાથે વાર્તાલાપ કરી પ્રાકૃતિક ખેતીના લાભ જણાવી તેની પદ્ધતિ પણ સમજાવી હતી.
યાત્રા દરમિયાન ૨૬૪ વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત ૫૪૯ લાભાર્થીઓએ પોતાના અનુભવો લોકો સમક્ષ વર્ણવ્યા હતા. ‘ધરતી કહે પુકાર કે’ નુક્કડ નાટક સાથે ૧૦૧ ગામોના લોકોએ વિકસિત ભારતના સંકલ્પ પણ લીધા હતા. આમ કહી શકાય કે મોરબી જિલ્લામાં વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરતી યાત્રાએ ૧ પખવાડીયાની પ્રેરણાદાયી સફર સર કરી છે.

Related posts

*ચૂંટણી મતદાન વિસ્તારમાં આવેલ સરકારી આરામગૃહોના ઉપયોગપર નિયંત્રણ કરતું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના ધુળકોટ ગામની સીમ માંથી એક ઇસમને જામગરી બંદુક સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ ટીમ*

editor

*HELLO MORBI:મોરબીમાં વેચાણ સહ પ્રદર્શન માટેના જન્માષ્ટમી મેળો-૨૦૨૩ને ખુલ્લો મૂકતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા*

editor

Leave a Comment