• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોરબીના નારણકા તેમજ ટંકારાના ખાખરા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું*

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’

વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોરબીના નારણકા તેમજ ટંકારાના ખાખરા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌએ શપથ લીધા ; વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ-પ્રમાણપત્ર આપવામાં આવ્યા
મોરબી
રાજ્યભરમાં ચાલી રહેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત મોરબી તાલુકાના નારણકા તેમજ ટંકારાના ખાખરા ગામે રથનું આગમન થયું હતું. સરકારી યોજનાઓ ઘર આંગણે પહોંચતા ગ્રામજનોએ રથને આવકાર્યો હતો.
આ પ્રસંગે ટંકારા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા એ ગ્રામજનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરી વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ રથ દ્વારા સરકારશ્રીએ લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ- કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારશ્રીની સિદ્ધિઓ-ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ, એસ.બી.આઇ. જન સુરક્ષા અભિયાન, ઉજ્જવલા યોજના વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અંગે માર્ગદર્શિત કરતું ‘ધરતી કહે પુકાર કે’ અને ‘વસુધૈવ કુટુમ્બકમ’ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનોએ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી.
આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ODF plus હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચશ્રીઓને પ્રમાણપત્ર આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ગ્રામજનોને વિવિધ યોજનાઓના લાભ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નારાણકા અને ખાખરાના ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું. તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પને સાકાર કરવા શપથ લીધા હતા.
આ પ્રસંગે ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ, આગેવાનો અને ગ્રામજનો,  સરકારી વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ ડીસા દ્વારા પેન્શનર્સ એસોસિએશનના પદાધિકારીઓનું કરવામાં આવેલ સન્માન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દુનિયાની એકમાત્ર ચલણી નોટ એવી છેકે જેમાં ગણેશજી ના ફોટા વાળી જે મોરબીમાં રહેતા પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે*

editor

*સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહ નું પ્રખ્યાત ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા અને ડો. જગદીશ ત્રિવેદી ની ઉપસ્થિતિ માં આયોજન કરાયું*

Hello Morbi

Leave a Comment