
મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમ, હરીઓમ સોસાયટીના મેઇન ગેટ પાસેથી એક હ્યુન્ડાઇ કંપનીની આઇ-૨૦ કારમાંથી ગણનાપાત્ર ઇગ્લીશ દારૂના જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી. જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી જુગારની ગે.કા. પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય
જે અનુસંધાને ખાજરોજ પોલીસ ઇન્સપેકટરશ્રી કે.એ.વાળા નાઓએ પોલીસ હેડ કોન્સ, દિનેશભાઈ
બાવળીયા તથા અજીતસિંહ પરમાર નાઓને સંયુકતરાહે મળેલ બાતમી હકીકત મળેલ કે, મોરબી તાલુકાના ઘૂંટ ગામની રામકો સોસાયટીમાંથી એક હ્યુન્ડાઇ કંપનીની આઇ-૨૦ કાર રજી.નં. GJ-21-BC-1509 વાળીમાં ઇગલીશ દારૂ ભરી મહેન્દ્રનગર થોકડી તરફ આવનાર છે વિગેરે મતલબેની મળેલ હકીકત આધારે સુંદરહું જગ્યાએ રેઇડમાં જવા રવાના થઇ મોરબી તાલુકાના રામકો સોસાયટી પાસે અલગ-અલગ વોચ તપાસમાં ગોઠવાયેલ દરમ્યાન હકીકતવાળી આઇ-૨૦ નો ચાલક પોતાની કાર લઇ નીકળતા તેને કાર ઉભી રાખવા ઇશારો કરતા કાર ચાલક
પોતાની કાર લઈ નાસવા જતા તેનો પીછો કરતા કાર ચાલક ઘૂંટ ગામની સીમ, હરીઓમ સોસાયટી પાસે કાર મુકી
ટ્રાફીકનો લાભ લઇ અંધારામાં નાસી જતા કાર પાસે પહોંચી જોતા કારમાં પાછળની સીટમાં ઇંગ્લીશ દારૂની બોટલો
ભરેલ હોય જેથી કારને સાઇડમાં સેફ જગ્યાએ રખાવી કારમાં રહેલ ઇંગ્લીશ દારૂની બોટલો બહાર કાઢી જોતા
કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની ફૂલ બોટલ નંગ-૨૧૩ કિ.રૂ.૧,૯૨,૫૭૦/- તથા
હ્યુન્ડાઈ કંપનીની આઇ-૨૦ કાર રજી.નં. GJ-21-BC-1509 કિં.રૂ.૨,૦૦,૦૦૦/- મળી ફૂલ રૂ.૩.૯૨.૫૭૦/- નો મુદ્દામાલ
મુકી નાસી જઈ હાજર નહીં મળી આવતા મજકૂર કાર ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્સે નોંધી આગળની
કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી
1. હ્યુન્ડાઈ કંપનીની આઇ-૨૦ કાર રજી.નં. GJ-21-BC-1509 નો ચાલક
કબ્જે કરેલ મુદ્દામાલ –
1. અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૨૧૩ કિ.રૂ.૧,૯૨,૫૭૦/-
2. હ્યુન્ડાઈ કંપનીની આઇ-૨૦ કાર રજી.નં. GJ-21-BC-1509 કિં.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૩,૯૨,૫૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ – પોલીસ ઇન્સપેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઈ.શ્રી વી.જી જેઠવા સાહેબ
તથા આર્મ એ એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા વનરાજભાઇ ચાવડા તથા હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ., રમેશભાઈ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા કેતનભાઇ અજાણા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દિપસિંહ
ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા નાઓ સદરહું કામગીરીમાં રોકાયેલ હતા.
