• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે*

*મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે*
*૨૧ યુગલો લગ્નગ્રંથી થી જોડાશે*

મોરબી ના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા આસ્થા અને શ્રદ્ધા ના પ્રતિકસમાં શ્રી ધકકાવાળી મેલડી મંદિર દ્વારા આયોજિત સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન તા ૧૧/૫ ને શનિવારે સાંજે ૭:૧૫ કલાકે બહુચર પાર્ટી પ્લોટ રોકડીયા હનુમાન મંદિર ની બાજુ માં નવલખી રોડ મોરબી ખાતે યોજાશે આ સમૂહલગ્ન માં ૨૧ યુગલો લગ્નગ્રંથી થી જોડાશે સમૂહલગ્ન ની વિધિ જાણીતા આચાર્ય શાસ્ત્રી શ્રી હિરેનભાઈ પી પંડ્યા દ્વારા કરાવવામાં આવશે આ સમૂહલગ્ન નો તમામ ખર્ચ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કરવામાં આવશે શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ની આવક માંથી સમુહલગ્નો, સાર્વજનિક દવાખાનું, વિધાર્થીઓ ને નોટબુક,પુસ્તક વિતરણ સહિત સેવાકીય પ્રવૃત્તિ સેવાભાવી આયોજકો દ્વારા કરવામાં આવે છે આ સાત માં સમૂહલગ્ન ને સફળ બનાવવા માં સમિતિ ના ઘનુભા જાડેજા, શૈલેષભાઇ જાની, વિનુભાઈ ડાંગર, રઘુવીરસિંહ ઝાલા, રમેશભાઈ પટેલ,ધીરુભા જાડેજા, ભાવેશભાઈ મહેતા સહિત યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Related posts

*મોરબીમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયો*

Hello Morbi

*HELLO MORBI:પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ, અમદાવાદ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*વાંકાનેર પોલીસે બે ઈકો કાર ચોરનાર રાજસ્થાની શખ્શ ને ઝડપી પાડ્યો*

Hello Morbi

Leave a Comment