• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સામાજિક સમરસતા મંચ – મોરબી તથા ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા આયોજિત સન્માન સમારોહ*

*સામાજિક સમરસતા મંચ – મોરબી તથા ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા આયોજિત સન્માન સમારોહ*

સેવા જેનો સ્વભાવ બની ચૂકયો છે તેવા ” માનવ સેવા એજ પ્રભુ સેવા” એ સૂત્ર ને સાર્થક કરી દેશ બાંધવોની નિસ્વાર્થ ભાવે કરેલ સેવા સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે.આપણા સૌનો આ સેવા યજ્ઞ હરહંમેશ પ્રજવલિત રહે તેવા શુભ આશયથી સામાજિક સમરસતા મંચ – મોરબી તથા ડો.હેડગેવાર સ્મારક સમિતિ – મોરબી દ્વારા *શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ સ્વચ્છતા કર્મી પરિવારજનો ના બાળકો તથા સ્વરછતા કર્મી બંધુઓ ને સન્માનિત કરવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે*. આ સન્માન સમારોહ તા.13/01/2024 ને શનિવારે બપોરે 3:00 વાગ્યે થી 6:00 વાગ્યા સુધી મોરબી નગરપાલિકા કોમ્યુનિટી હોલ,સરદાર બાગ પાછળ, બ્રહ્માકુમારી ભવનની બાજુમાં,શનાળા રોડ,મોરબી ખાતે યોજાશે,આ સમારોહમાં આદરણીય જતીનભાઈ નાણાવટી ( સંયોજક – સૌરાષ્ટ્ર પ્રાંત, સામાજિક સમરસતા મંચ) નું પ્રેરક ઉદબોધન તથા આશિર્વચન શ્રી કરશનદાસ બાપુ(કબીર આશ્રમ – રોહીદાસપરા) દ્વારા આપવામાં આવશે.આ કાર્યક્રમમાં શ્રી દિપકભાઈ ઢોલ સાહેબ ( પી. આઈ. એલ.સી. બી- મોરબી) ની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.આ કાર્યક્રમમાં શ્રી પ્રવિણભાઈ ધોળકીયા (પ્રમુખ શ્રી ડો હેડગેવાર સ્મારક સમિતિ – રાજકોટ) તથા શ્રી વિપુલભાઈ અઘારા (મંત્રી શ્રી ડો હેડગેવાર સ્મારક સમિતિ – રાજકોટ) ઉપસ્થિત રહેશે એમ દિનેશભાઇ વિડજા ( સંયોજક મોરબી જિલ્લા – સામાજિક સમરસતા) ની યાદીમાં જણાવેલ છે.

Related posts

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર તા.૨૧-૮ ના રોજ બરફ ના શિવલીંગ ના દર્શન યોજાશે.*

editor

*HELLO MORBI:પ્રા.આ.કેન્દ્ર ની સરવડ દ્વારા કે.પી. હોથી માધ્યમિક શાળામાં એડોલેશન્ટ હેલ્થ અંતર્ગત મૂંઝવણ માં માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો..*

editor

*ભારત વિકાસ પરિષદ મોરબી ત્થા પરિશ્રમ ઔષધિ વન મોરબી દ્વારા વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા નું આયોજન આર્ય ગ્રામ ખાતે કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment