• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સામાજિક સમરસતા મંચ – મોરબી તથા ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા સન્માન સમારોહ યોજાયો*

*સામાજિક સમરસતા મંચ – મોરબી તથા ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા સન્માન સમારોહ યોજાયો*

સેવા જેનો સ્વભાવ બની ચૂકયો છે તેવા ” માનવ સેવા એજ પ્રભુ સેવા” એ સૂત્ર ને સાર્થક કરી દેશ બાંધવોની નિસ્વાર્થ ભાવે કરેલ સેવા સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે.આપણા સૌનો આ સેવા યજ્ઞ હરહંમેશ પ્રજવલિત રહે તેવા શુભ આશયથી સામાજિક સમરસતા મંચ – મોરબી તથા ડો.હેડગેવાર સ્મારક સમિતિ – મોરબી દ્વારા *શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ સ્વચ્છતા કર્મી પરિવારજનો ના બાળકો તથા સ્વરછતા કર્મી બંધુઓ ને સન્માનિત કરવાના કાર્યક્રમ નું આયોજન તા.13/01/2024 ને શનિવારે બપોરે 3:00 વાગ્યે થી 6:00 વાગ્યા સુધી નગરપાલિકા કોમ્યુનિટી હોલ,મોરબી ખાતે થયેલ, આ સમારોહ માં સ્વચ્છતા કર્મી પરિવારના
ધોરણ -10 થી કોલેજ સુધી ના ઉચ્ચ અભ્યાસ કરતા શ્રેષ્ઠ પરિણામ મેળવેલ વિદ્યાર્થીઓ અને સ્વચ્છતાકર્મી બંધુઓ સહિત 50 જેટલા વ્યક્તિઓ ને સન્માનિત કરવામાં આવેલ. આ સમારોહમાં 300 જેટલા સ્વરછતાકર્મી પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ માં આદરણીય જતીનભાઈ નાણાવટી (સહ સંયોજક – સૌરાષ્ટ્ર પ્રાંત, સામાજિક સમરસતા મંચ) એ સામાજિક સમરસતા મંચ દ્વારા થતા સમાજલક્ષી કાર્યો, ડો બાબાસાહેબ આંબેડકર નું જીવન વૃતાંત, તથા સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા મંચ દ્વારા થયેલ કાર્યક્રમો અંગે ની રૂપરેખા આપેલ.તેમજ કરશનદાસ બાપુ(કબીર આશ્રમ – રોહીદાસપરા) દ્વારા સામાજિક સમરસતા તથા પ્રવર્તમાન સમય માં શિક્ષણ નું મહત્વ તેમજ વ્યશનના દૂષણ થી સમાજ ને દુર રહેવા જેવા વિષયો પર માર્ગદર્શન આપેલ.સાથે સાથે શ્રી દિપકભાઈ ઢોલ સાહેબ ( પી.આઈ. એલ.સી. બી- મોરબી) દ્વારા શિક્ષણ નું જીવન માં કેટલું મહત્વ ? વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ના રહે એ માટે ઉપસ્થિત પરિવારજનો ને ટકોર કરેલ.તેમજ આ કાર્યક્રમમાં શ્રી મહેશભાઈ બોપલિયા (મોરબી જિલ્લા કાર્યવાહ – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) દ્વારા ડૉ હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા થતા કાર્યોની માહિતી આપેલ.કિશોરભાઈ મોરડિયા દ્વારા વ્યક્તિગત ગીત તથા હિરેનભાઈ સંઘાર દ્વારા કલ્યાણ મંત્ર અને દિનેશભાઇ વિડજા ( સંયોજક મોરબી જિલ્લા – સામાજિક સમરસતા મંચ)દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ.કાર્યક્રમ નું સંચાલન દિલીપભાઈ પરમાર (સંયોજક મોરબી નગર – સામાજિક સમરસતા મંચ)કાર્યક્રમ પૂર્ણ થયે ઉપસ્થિત સ્વરછતાકર્મી પરિવારજનો સાથે અલ્પાહાર કરેલ.

Related posts

મોરબી સહિત આઠ જિલ્લામાં નવી GIDC બનશે : મુખ્યમંત્રીની જાહેરાત

Hello Morbi

*મોરબી જલારામ મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે બરફ ના શિવલીંગ ના દર્શન યોજાયા.*

Hello Morbi

*મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાને લઈને મોચી સમાજ દ્વારા સ્નેહમિલન રાસ ગરબા ના કાર્યક્રમો મોફુક રાખવામાં આવ્યા*

Hello Morbi

Leave a Comment