• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રવાપર ગામ, શિવ શકિત સોસાયટી ખાતે જાહેર પાર્કીંગમાં દારૂ ભરેલી બ્રેઝા કાર સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબી*

રવાપર ગામ, શિવ શકિત સોસાયટી ખાતે જાહેર પાર્કીંગમાં બ્રેઝા કારમાંથી ઇંગ્લીંશ દારૂની બોટલો નંગ- ૨૧૫ કિ.રૂ.૯૨,૮૦૫/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૪,૯૭,૮૦૫/-ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબી

શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારૂ શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય, જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો જનરલ કોમ્બીંગ નાઇટ રાઉન્ડમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના HC સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, તથા PC વિક્રમભાઇ ફુગસીયાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, રવાપર ગામ શિવ શકિત સોસાયટીમાં રહેતો વિપુલભાઇ નરસંગભાઇ આહીર તેની બ્રેઝા કાર નં.GJ-36-L-3120 વાળીમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરે છે હાલે આ કાર તેના રહેણાંક મકાન સામે આવેલ જાહેર પાર્કિંગમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હાલતમાં પડેલ છે જે ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ વિગતેના મુદામાલ સાથે એક આરોપી મળી આવતા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.> પકડાયેલ આરોપીનાનામ સરનામા:-
(૧) વિપુલભાઇ નરસંગભાઇ બાલાસરા રહે. રવાપર ગામ શિવ શકિત સોસાયટી તા.જી.મોરબી> પકડવાના બાકી આરોપીના નાસરનામા:-
૧) દેવજીભાઇ ઉર્ફે દેવો લાલજીભાઇ પરમાર રહે. હાલ મોરબી વાવડી રોડ, કબીર આશ્રમ પાસે> પકડાયેલ મુદામાલની વિગત –
૧) મેકડોવેલ્સ નં-૦૧ ડીલક્ષ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૩૧ ની કિ.રૂ.૪૯,૧૨૫/-
(૨) રોયલ ચેલેન્જ ફાઇન રીજર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૮૪ ની કિ.રૂ. ૪૩,૬૮૦/- આમ, કુલ બોટલો નંગ -૨૧૫ (પેટી નંગ-૧૮) કિ.રૂ.૯૨,૮૦૫/-
3) प्रेमा ४२ नंबर- GJ-36-L-3120 कि.३. ४,००,०००/-
૪) મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૫,૦૦૦/- મળી કુલ કી.રૂ.૪,૯૭,૮૦૫/- નો મુદામાલ કબજે કરેલ છે.> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી,કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

Related posts

*HELLO MORBI:ટંકારા તાલુકા ભાજપ માં ભંગાણ અને કોગ્રેસ માં વિધિવત પ્રવેશ*

editor

*ગુજરાત સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓ સર્વશ્રેષ્ઠ સેવાઓ માટે A+ (એ-પ્લસ) રેટિંગ સાથે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાને :*

Hello Morbi

*HELLO MORBI: ટંકારા પડધરી વિસ્તારના ભાજપના ઉમેદવાર દુલ્લભજીભાઈ દેથરીયા ને વિજય અપાવવા માલધારી સમાજ મેદાને: અમિતભાઈ રબારી સહિતના 100 માલધારી આગેવાનો ભાજપમાં જોડાયા*

Hello Morbi

Leave a Comment