• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુનાવિસ્તારમાં ૪ માર્ચથી ૧૫ માર્ચ સુધી પ્રવેશબંધી*

સેનાપતિશ્રીની કચેરી, રા.અ.પો.દળ.જુથ-૧૩, ઘંટેશ્વર(રાજકોટ)ની ‘એ’, ‘બી’, ‘સી’, ‘ડી’, ‘એફ’, હેડ ક્વાર્ટર તથા ‘એમ.ટી’ કંપનીના અધિ.શ્રી/જવાનોની વર્ષ-૨૦૨૪ના પ્રથમ તબક્કાની અલગ અલગ હથિયારોની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તા.૦૪-૦૩-૨૦૨૪ થી તા.૧૫-૦૩-૨૦૨૪ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૦૪-૦૩-૨૦૨૪ થી તા.૧૫-૦૩-૨૦૨૪ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

Related posts

*મોરબી નગર દરવાજા ના ચોકમાં ભરાતી શાક માર્કેટ અન્યત્ર જગ્યા એ ખસેડવા જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત*

Hello Morbi

*વાંકાનેર ના ભાજપ યુવા આગેવાન અને સામાજિક કાર્યકર્તા સુખદેવ ડાભી નો આજે જન્મદિવસ*

Hello Morbi

*HELLO MORBI NEWS: ધાંગધ્રા:શ્રીરઘુવંશી સમાજના અગ્રણીય જીતુ કોટક દ્વારા ડો. શ્રી પ્રવિણભાઈ તોગડિયાનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું*

editor

Leave a Comment