• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ તાલુકાના નવા સાપકડા ગામેથી દેશી હાથ બનાવટી પીસ્તોલ સાથે એક ઈસમને પકડી પાડતી હળવદ પોલીસ*

હળવદ તાલુકાના નવા સાપકડા ગામેથી દેશી હાથ બનાવટી પીસ્તોલ સાથે એક ઈસમને પકડી પાડતી હળવદ પોલીસ

રાજકોટ રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ.સારડા સાહેબ નાઓએ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ આર્મ્સ એક્ટના વધુમાં વધુ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય,

જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આર.ટી.વ્યાસ સાહેબના માર્ગદર્શન હેઠળ હળવદ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો સતત કાર્યશીલ હતા. દરમ્યાન પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આર.ટી.વ્યાસ સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો હળવદ પોલીસ સ્ટેશન ખાતે હાજર હોય અને સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. અજીતસિંહ નટુભા સીસોદીયા તથા પો.કોન્સ. ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે પોલીસ ઈન્સપેક્ટર શ્રી આર.ટી.વ્યાસ સાહેબ તથા સાથેના સર્વેલન્સ સ્ટાફના માણસો હળવદ તાલુકાના નવા સાપકડા ગામથી જુના સાપકડા ગામમાં જવાના રસ્તે હકીકત વાળા ઈસમને પકડી પાડી ઈસમને ચેક કરતા મજકુર ઈસમના પેન્ટના નેફામાંથી ગે.કા. હથિયાર દેશી હાથ બનાવટ લોખંડની મેજીન વાળી પીસ્તોલ નંગ-૦૧ મળી આવતા ઈસમને ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીની વિગત –
(૧) અમૃતભાઇ ઉર્ફે મુન્નો અમરશીભાઈ રાતોજા જાતે.કોળી ઉ.વ.૨૭ ધંધો-મજુરી રહે.નવા સાપકડા તા.હળવદ જી.મોરબી.
કબ્જે કરેલ મુદામાલની વિગત-
૧) દેશી હાથ બનાવટ લોખંડની મેજીન વાળી પીસ્તોલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ
શ્રી પો.ઇન્સ. આર.ટી.વ્યાસ તથા એ.એસ.આઈ. અજીતસિંહ એન. સીસોદીયા તથા પો.હેડ.કોન્સ. શક્તિસિંહ બી. પરમાર તથા પો.કોન્સ. દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, કમલેશભાઈ રાજુભાઈ પરમાર નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી અમરનાથ તીર્થધામની સફળ યાત્રા બદલ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાને રૂપિયા 𝟏𝟏𝟎𝟎𝟎 ની ગૌસેવા અર્પણ કરતા ડીસાના યુવાનો*

editor

*રામમંદિર નિર્માણ માટે વધુ એક બાળક વેદાંત પારેખ દ્વારા પોકેટમની બચત અર્પણ*

Hello Morbi

*HELLO MORBI: કેશોદ ખાતે ફરજ બજાવતા ડીવાયએસપી શ્રી બી સી સોનેતા સાહેબને રાષ્ટ્રપતિ ચંદ્રક મેડલ થી સન્માનિત કરાયા*

editor

Leave a Comment