• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિદેશ ઉચ્ચ અભ્યાસર્થે જતી ડીસાની કાજલ માધવાણીને પૂજ્ય જલારામ બાપાના ભજન થકી શુભેચ્છાઓ પાઠવવામાં આવી*

વિદેશ ઉચ્ચ અભ્યાસર્થે જતી ડીસાની કાજલ માધવાણીને પૂજ્ય જલારામ બાપાના ભજન થકી શુભેચ્છાઓ પાઠવવામાં આવી
ડીસા પ્રેમ ગાદલા હાઉસના માલિક દીપકભાઈ માધવાણી તેમજ શ્રીમતી વીણાબેન માધવાણીની લાડકવાયી દીકરી ચિરંજીવી કાજલ માધવાણી વિદેશમાં લંડન ખાતે મેડિકલ સાયન્સના ઉચ્ચ અભ્યાસ માટે જતી હોઈ તેને અભિનંદન,આશીર્વાદ તેમજ શુભેચ્છાઓ પાઠવવા માધવાણી પરિવારના નિવાસસ્થાને શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા 305 મા ગુરૂવારના જલારામ બાપાના ભજનનું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય આયોજન કરાયું હતું.શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળની તમામ બહેનોએ કાજલ માધવાણીનું ફૂલહાર પહેરાવી સન્માન સ્વાગત કરી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
પૂજ્ય જલારામ બાપાના ભજનનું અતિ સુંદર આયોજન કરવા બદલ દીપકભાઈ માધવાણી,વીણાબેન માધવાણી,કાજલ,પ્રિયા,વંશ સહિત સમગ્ર પરિવારનું પણ સત્સંગ મંડળના ભાઈઓ દ્રારા જોરદાર સન્માન કરવામાં આવ્યું હતું.શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળની ગૌસેવા અંગે ભગવાનભાઈ બંધુએ અપીલ કરતાં અંદાજે 54420 (ચોપન હજાર ચારસો વીસ રૂપિયા) જેટલી ગૌસેવા એકત્ર થઇ હતી.
સમગ્ર સત્સંગ કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ આનંદભાઈ પી.ઠકકરે કર્યું હતું.કાજલ માધવાણીએ તેના સન્માન બદલ સૌનો આભાર માની ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*ડીસા અને કાંકરેજ તાલુકા ની ૧૫ શાળાઓના ૫૧૧ વિદ્યાર્થી ઓની નિંબધ સ્પ્રધા નું ભવ્ય આયોજન કરાયું હતું*

Hello Morbi

*કિસાન સન્માન નિધિ ન મળતી હોય તો પંચાયત કર્મચારીનો સંપર્ક કરવા અનુરોધ*

Hello Morbi

*HELLO MORBI;મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.રમણીકલાલ અવિચળભાઈ પોપટ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૯૪ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment