• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા અને કાંકરેજ તાલુકા ની ૧૫ શાળાઓના ૫૧૧ વિદ્યાર્થી ઓની નિંબધ સ્પ્રધા નું ભવ્ય આયોજન કરાયું હતું*

*પ્રેસનોટ…

બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવાના દિવ્ય સંકલ્પ સાથે કાર્ય કરતા જૈનમુનિ મહારાજશ્રીઓ..

તારીખ 7.5.2022, શનિવાર

*જુના ડીસા ખાતે ડી.જે એન મહેતા હાઇસ્કુલ*

પરિસરમાં *શ્રી જુનાડીસા જૈનસંઘના નિમંત્રણથી “આનંદ પરિવાર” ના* કુશળ આયોજનમાં *ડીસા અને કાંકરેજ તાલુકાની ૧૫ શાળાઓના 511 બાળક બાલિકાઓની નિબંધ સ્પર્ધાનુ ભવ્ય આયોજન* થયું હતું.છેલ્લા બે મહિનાથી આગમ વિશારદ પૂજ્ય આચાર્ય દેવ *શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી* મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી *કલ્પરક્ષિત વિજયજી* મ. સા. અને પૂજ્ય મુનિરાજ શ્રી *જ્ઞાનરક્ષિત વિજયજી* મ.સા. બનાસકાંઠાના ગામડે ગામડે પગપાળા વિહાર કરી શાળાઓમાં બાળકોને પ્રવચન તેમજ ગામોમાં રાત્રી પ્રવચન કરી માનવને માનવ બનવા પ્રેરણા કરી રહ્યા છે.પૂજ્યશ્રીના માર્ગદર્શનથી બનેલા 44 પ્રેરણા ચિત્ર ઉપર 15 ગામના 511 બાળકોએ ખુબ સરસ નિબંધો તૈયાર કર્યા હતા. તેમાંથી ૭૦ જેટલા બાળક બાલિકાઓ જુનાડીસા આવેલ અને શાળા ખાતે આ 511 બાળક બાલિકાઓને ઇનામ આપવામાં આવેલ.ખાસ નોંધપાત્ર બાબત એ છે કે જૈન સાધુ પુરુષ દ્વારા આ રીતે ગામેગામના બાળકોના સંસ્કાર સિંચન નો પ્રયત્ન સૌ કોઈ માટે આશ્ચર્ય અને અહોભાવ જન્મનારો બન્યો હતો અને ભવિષ્યમાં પણ સળંગ ત્રણ વર્ષ સુધી આવાં વિવિધ આયોજનો સંસ્કાર સિંચન માટે મોટા પાયે હાથ ધરવાની જાહેરાતો થઇ હતી. 15 ગામના સરપંચો પણ ઉપસ્થિત રહી પોતાના ગામના બાળકોની ઉન્નતિ જોઈ અતિઉત્સાહી બનેલ.આ અવસરે વિશેષ અતિથિ ઠક્કર સમાજના અગ્રણી શ્રી ભગવાનભાઈ બંધુ, શ્રી જયંતીભાઈ ઠક્કર,સુરેશભાઈ દેવવાળા,નાથાલાલ ખત્રી,પૂર્વ જિલ્લા મંત્રી ભાજપ ભારતસિંહ ભટેસરિયા, ભડથના આગેવાન સરપંચ શ્રી બહાદુરસિંહ સહિત દરબાર સમાજ મોટી સંખ્યામાં હાજર રહેલ હતો. સૌ આગેવાનો એ પૂજ્યશ્રીના *માત્ર જૈન નહીં પરંતુ છેવાડાના ગામડાઓની સમગ્ર આર્યપ્રજા ને સંસ્કારી બનાવવાના આ અભિયાનની અહોભાવથી પ્રશંસા કરી હતી. જાણે કોઈ નવા જ ઇતિહાસનું સર્જન થવા જઈ રહ્યું હોય એમાં પોતે સાક્ષી બન્યાની લાગણી વ્યક્ત કરી હતી.બનાસકાંઠાને સંસ્કારી બનાવવા માટેની પૂજ્યશ્રીની વિવિધ યોજનાઓની રજૂઆત થતાં સમગ્ર સભા માં આનંદ અને ઉત્સાહનાં મોજાં ફરી વળ્યાં હતાં. આવા પ્રકારનાં આયોજનો સાધુ સંતોના નેતૃત્વમાં થાય તો અવશ્ય મોટા પરિવર્તન આવે એવો વિશ્વાસ સૌ કોઈના ચહેરા ઉપર જોવા મળ્યો હતો.પૂજ્યશ્રીએ વારંવાર એમ જણાવેલું કે હું સમગ્ર આર્ય પ્રજાના કલ્યાણ માટે સુરત-અમદાવાદ છોડી બનાસકાંઠા આવ્યો છું. હવે બસ આપ સૌએ સક્રિય થવાની અને સહયોગ આપવાની જરૂર છે.જૂના ડીસા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પ્રમોદભાઈ મહેતા સહિત સમગ્ર શાળા પરિવારે સુંદર સહકાર આપ્યો હતો.

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકાના બેલા(રં) ગામે સાંઇ પાણીના પ્લાન્ટની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:મોરબી સીટી બી ડિવિ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ ફન હોટલ પાસે ને.હા.રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટોલ નંગ – ૧ તથા જીવતા કાર્ટીસ નંગ- ૨ સાથે પકડી પાડતી મોરબી એસ.ઓ.જી.ટીમ*

editor

*HELLO MORBI: મોરબી સિરામિક એસોસિએશન દ્વારા તા ૧૯ મીએ પાંચ ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાશે*

editor

Leave a Comment