• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા અંગે પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પડાયું*

મોરબી જિલ્લામાં હાલમાં જુદા જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો અને સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકારશ્રી વિરુદ્ધ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત અન્વયે જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય સમગ્ર જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૦-૦૬-૨૦૨૪ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે.

આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિને – સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, કોઇ સ્મશાન યાત્રાને, સરકારશ્રીના વિવિધ વિભાગો, બોર્ડ-નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.

Related posts

*HELLO MORBI:પડધરી બેંક ઓફ ઇન્ડિયા ના એટીએમ મા ગંદકીના ગંજ*

editor

*HELLO MORBI:મોરબી શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા છઠ્ઠા સમૂહલગ્ન નું આયોજન*

editor

*HELLO MORBI:જોડીયા: એપીએમસી ખાતે ટેકાના ભાવથી રાયડા ની ખરીદીનો શુભારમ કરાવતા મયુરભાઈ ચનિયારા*

editor

Leave a Comment