• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં સિરામિકમાં સાયલા તૂટી પડવાની ધટનામાં બે ના મોત*

મોરબીના જેતપર રોડ પર રંગપર નજીક આવેલ સિરામિક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં સિરામિક ફેક્ટરીમાં માટીના સાયલા તૂટી પડતા પાંચ વ્યક્તિ દટાયા હોય જે પૈકી બેને બચાવી લેવાયા હતા તો બેના મૃતદેહ મળ્યા હતા અને એકની શોધખોળ ચાલી રહી છે

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રંગપર નજીક આવેલ ગ્રીસ સિરામિક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં માટીના સાયલા તૂટી પડતા માટી ખાતામાં કામ કરતા શ્રમિકો, લેબ ટેકનીશીયન તેમજ ભાગીદાર સહિતના પાંચ વ્યક્તિ સાયલા નીચે દબાયા હોય જે બનાવને પગલે ડેપ્યુટી કલેકટર દેવન્દ્ર્સિંહ ઝાલા , મોરબી ૧૦૮, મોરબી ફાયર ટીમ ઉપરાંત મામલતદાર ડી જે જાડેજા સ્થળ પર પહોંચ્યા હતા સાયલા તૂટી પડતા ભાગીદાર સંજય સાણંદીયા, લેબ ટેક્નીશિયન અરવિંદભાઈ ગામી તેમજ શ્રમિકો સહીત પાંચ દટાયા હોવાની માહિતી મળી હતી જેમાંથી નવીનભાઈ નાખવા અને કાલીબેન ગનાવાને બચાવી લેવામાં સફળતા મળી છે અને તે બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો ભાગીદાર સંજયભાઈ સાણદિયા, લેબ ટેક્નીશીયન અરવિંદભાઈ ગામી અને સોરમબેન દેવકરણભાઈ પુરબીયા દટાયા હોવાને પગલે રેક્સ્યું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે દટાયેલા લોકોને બહાર કાઢવા ક્રેન અને કટર સહિતના સાધનોની મદદથી વહેલી સવારના સુમારે ભાગીદાર સંજયભાઈ સાણદિયા અને લેબ ટેકનીશીયન અરવિંદભાઈ ગામીના મૃતદેહ મળી આવ્યા આવતા બનેના મૃતદેહને બહાર કાઢી પી એમ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો અન્ય સોરમબેન પુરબીયાની શોધખોળ હાલ ચાલી રહી હોવાની માહિતી મળી છે

 

ભાગીદાર સંજયભાઈ અને લેબ ટેકનીશીયન અરવિંદભીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી તો પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો હતો

 

ધટનાની જાણ થતા તાલુકા પોલીસ મથકના આર બી વ્યાસ સહિતની ટીમે દોડી આવી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો આ ધટનામાંર રેસ્ક્યુ કામગીરીમાં રાજકોટ ફાયર વિભાગની પણ મદદ લેવામાં આવી છે તો મોરબી પાલિકામાંથી હરીશભાઈ બુચ, હિતેશભાઈ રવેસીયા, ફાયરની ટીમના હિતેશભાઈ દવે, પ્રીતેશ નગવાડીયા,વસીમભાઈ, દિનેશભાઈ, પેથાભાઈ સહિતની ટીમે કામગીરી કરી રહ્યા છે

Related posts

*HELLO MORBI: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જાબાજ મોમજીભાઈ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

editor

*HELLO MORBI:સિરામિક ઉદ્યોગમા વપરાતા ગેસમા ઇમ્પોર્ટ ડ્યુટી માં તોતિંગ વધારો ઝીંકી દેતા દાઝ્યા પર ડામજેવી મોરબી સિરામિક ઉદ્યોગની સ્થિતિ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયાના હડીયાણા ગામે તાજીયા પડમાં આવેલ: સમસ્ત મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરી હતી*

editor

Leave a Comment