
મોરાણા તા ૧૬ (*લલિત નિમાવત દ્વારા*)આજ રોજ 21પીઠડ જિલ્લા પંચાયત માં આવતા જોડીયા તાલુકા ના મોરાણા ગામે મેલડી માતાજી ના મંદિરે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા ના વરદહસ્તે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો.આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના આહ્વાન ને અનુસરીને “એક વૃક્ષ માં કે નામ” અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં ૭૬ કાલાવડ ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત જામનગર ના પૂર્વ પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા આપણા વરિષ્ઠ આગેવાન તથા પૂર્વ પ્રમુખ જેઠાલાલ અઘેરા, જોડીયા તાલુકા ભાજપ ના પ્રમુખ ભરતભાઇ દલસાનીયા જોડીયા તાલુકા ભાજપ ના મહામંત્રી કિશોરભાઈ મઢવી જોડીયા તાલુકા અનુ.જાતિ મોરચા ના પ્રમુખ સુરેશભાઈ જાદવ,જોડાયા તાલુકા ભાજપ ના મંત્રી જીતેન્દ્ર વઘોરા, માર્કેટીંગ યાર્ડ જોડાયા ના ચેરમેન ઘનશ્યામભાઈ રાઠોડ માર્કેટીંગ યાર્ડ જોડાયા ના સેક્રેટરી શ્રી મયુરભાઈ ચનિયારા સહિત ના મોટી સંખ્યામાં મા કાર્યકરો તથા આગેવાનો હાજર રહ્યા હતા.
