• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ધુટુ ગામથી આગળ પાર્થ હોટલની બાજુમાં, જાહેરમાં જુગાર રમતા રોકડા રૂપીયા ૭૨,૪૮૦/- ના મુદામાલ સાથે કુલ- ૦૫ ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

ધુટુ ગામથી આગળ પાર્થ હોટલની બાજુમાં, જાહેરમાં જુગાર રમતા રોકડા રૂપીયા ૭૨,૪૮૦/- ના મુદામાલ સાથે કુલ- ૦૫ ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી.
તા.૧૮/૦૭/૨૦૨૪
શ્રી, અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબી નાઓએ મોરબી જીલ્લામાં ગે.કા.રીતે ચાલતી પ્રોહિ / જુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા સારૂ શ્રી એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી, કે.એચ.ભોચીયા, તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશીલ હતા. દરમ્યાન એલ.સી.બી. મોરબીના પો.હેડ.કોન્સ.નિરવભાઇ મકવાણા, તથા પો.કોન્સ દશરથસિંહ પરમાર, બીપીનભાઇ પરમારને સયુકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, ધુટુ ગામથી ઉચી માંડલ જવાના રસ્તે, પાર્થ હોટલની બાજુમાં, જાહેરમાં ખુલ્લામાં, અમુક ઇસમો જાહેરમાં જુગાર રમે છે જે હકિકત અન્વયે આજરોજ રેઇડ કરતા કુલ-૦૫ ઇસમો જાહેરમાં જુગાર રમી રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ-પર તથા રોકડા રૂ. ૭૨,૪૮૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧. દયારામભાઇ શામજીભાઇ સોરીયા ઉવ-૬૩ રહે.ધુટુ તા.જી.મોરબી
૨. યુનુસભાઇ હબીબભાઇ રાઠોડ ઉવ-૪૬ રહે.મોરબી,વાવડીરોડ, કોમન પ્લોટ શ્રીજીપાર્ક,
૩. રાધવજીભાઇ ભુરાભાઈ પરેચા ઉવ-૬૩ રહે. ધુટુ,હરીનગર, તા.જી.મોરબી.
૪. દીલીપભાઇ રૂગનાથભાઇ સરવડીયા ઉવ-૫૦ રહે.મોરબી સામા કાંઠે, પ્રભુકૃપા-બી,
૫. રૂપેશભાઇ લખમણભાઇ કલોલા ઉવ-૪૮ રહે. મોરબી ધુનડારોડ, શિવમ એપાર્ટમેન્ટ,
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી :-
શ્રી,એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. મોરબી તથા શ્રી, કે.એચ.ભોચીયા, પો.સબ.ઇન્સ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI:સર્વે સમાજ ને સાથે લઈ ચાલનાર રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ સોનલબેન વસાણી ને મોરબી લોહાણા સમાજ નું ખુલ્લુ સમર્થન*

editor

*HELLO MORBI:મત ગણતરી કેન્દ્ર* *આસપાસના વિસ્તારમાં* *તા ૦૮/૧૨/૨૦૨૨ સુધી વિવિધ પ્રતિબંધો મુકાયા*

Hello Morbi

*HELLO MORBIટેંટોડા ગૌશાળાને દેવામુકત કરવા રૂપિયા સવા ત્રણ કરોડની સહાય કરતું ડીસાનું જલારામ મંદિર*

editor

Leave a Comment